નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધતા કેસ અને રસીકરણની સ્થિતિને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, બિહાર, ઝારખંડ, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને તેલંગણાના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી છે. જેમાં રસીકરણ અભિયાનની પ્રગતિની સમીક્ષા અને તેને ઝડપી બનાવવાના પગલા પર ભાર આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યો કોરોના વેક્સિનેશનના મામલામાં પાછળ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે, પરંતુ કેટલાક રાજ્યોએ હજુ તેની શરૂઆત કરી નથી. આશા કરવામાં આવી રહી હતી કે બેઠકમાં કેન્દ્રીય મંત્રી કોરોના વેક્સિનેશનને લઈને થઈ રહેલા વિલંબના કારણો વિશે વાત કરશે. તો મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આગ્રહ કર્યો હતો કે પ્રથમ ડોઝ લઈ ચુકેલા લોકોને બીજા ડોઝ માટે પ્રાથમિકતા આપવામાં આવે. મંત્રાલયે આ માટે રાજ્યોને કેન્દ્ર દ્વારા આપવામાં આવતી રસીમાંથી 70 ટકા સ્ટોક રિઝર્વ રાખવા માટે કહ્યું હતું. 


હવે પેટ્રોલ-ડીઝલથી મળશે છૂટકારો, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય


બીજી લહેરમાં પ્રથમવાર નવા દર્દીઓથી સાજા થનારા વધુ
કોરોના મહામારીની બીજી લહેરમાં પ્રથમવાર કેસમાં ઘટાડો થવાના સંકેત મળ્યા છે. બે મહિના બાદ મંગળવારે દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા કેસથી વધુ નોંધાય છે. બુધવારે પણ દેશભરમાં સંક્રમણ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત દિલ્હી, ઉત્તર પ્રદેષ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ પંજાબ, ઓડિશા, બંગાળ, કેરલ અને કર્ણાટક જેવા રાજ્યોમાં વધી રહેલા કેસ ચિંતાનું કારણ બન્યા છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube