દેશમાં જ થશે 'બેટરી સ્ટોરેજ'નું ઉત્પાદન, દોડશે ઇલેક્ટ્રિક વાહન અને ઈંધણની જરૂર નહીં પડેઃ જાવડેકર

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યુ કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ. બેઠકમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

દેશમાં જ થશે 'બેટરી સ્ટોરેજ'નું ઉત્પાદન, દોડશે ઇલેક્ટ્રિક વાહન અને ઈંધણની જરૂર નહીં પડેઃ જાવડેકર

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે બુધવારે બેટરી સ્ટોરેજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 18100 કરોડ રૂપિયાના પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવને આજે મંજૂરી આપી દીધી છે. તેનાથી 50,000 મેગાવોટનું ઉત્પાદન ભારતમાં વધવાનું અનુમાન છે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યુ કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ. બેઠકમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બેટરી સ્ટોરેજ ખુબ મહત્વપૂર્ણ છે. આજે 20 હજાર કરોડના બેટરી સ્ટોરેજ ઇક્વિપમેન્ટ આપણે આયાત કરીએ છીએ. આજે જે નવી પીએલઆઈ જાહેર કરવામાં આવી છે તેના કારણે આયાત ઓછી થશે સાથે ભારતમાં ઉત્પાદન પણ શરૂ થશે. 

— ANI (@ANI) May 12, 2021

જાવડેકરે કહ્યુ કે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સને પ્રોત્સાહન મળશે. લાંબા સમય સુધી ચાલનારી અને જલદી ચાર્જ થનારી બેટરી આજના સમયની માંગ છે. આ સિવાય સોલર પાવર પ્લાન્ટ ભારતમાં ખુબ લાગ્યા છે. તેની નજીત 136000 મેગાવોટ સોલર વીજળીનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ આ વીજળીનો દિવસે ઉપયોગ કરી શકીએ રાત્રે નહીં. 

ગ્રિડ હોય છે તેમાં ક્યારે બેલેન્સિંગ કરવાનું હોય છે તો અનેક કામ કરવા પડે છે. જો બેટરી સ્ટોરેજ હશે તો આ કામ સરળ થશે. બેટરી સ્ટોરેજ શિપિંગ અને રેલવે માટે ખુબ ઉપયોગી સાબિત થશે. બેટરી સ્ટોરેજ ડીઝલ જનરેટરનો પણ વિકલ્પ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news