કોરોના ટેસ્ટને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયની નવી એડવાઇઝરી જાહેર, લોકો માટે હવે `ઓન ડિમાન્ડ ટેસ્ટિંગ`
દેશમાં કોરોના વાયરસ મહામારી સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની તપાસ (COVID-19 Testing) સાથે જોડાયેલી એક નવી એડવાઇઝરી જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકો માટે હવે ઓન ડિમાન્ડ ટેસ્ટિંગ (On Demand Testing) રજૂ કર્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ મહામારી સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની તપાસ (COVID-19 Testing) સાથે જોડાયેલી એક નવી એડવાઇઝરી જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકો માટે હવે ઓન ડિમાન્ડ ટેસ્ટિંગ (On Demand Testing) રજૂ કર્યું છે. તેના હેઠળ કોઈપણ ચીઠ્ઠી વગર લોકો ઓન ડિમાન્ડ ટેસ્ટિંગ કરાવી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, એવા વ્યક્તિ જે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા ઈચ્છે છે અને તે યાત્રા કરી રહ્યાં છે તો તે 'ઓન ડિમાન્ડ ટેસ્ટિંગ '(On Demand Testing) કરાવી શકે છે.'
ICMRએ જાહેર કરી ગાઇડલાઇન
આ પહેલા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે એક એડવાઇઝરી જારી કરી, જેમાં તે વ્યક્તિઓ માટે ઓન-ડિમાન્ડ ટેસ્ટિંગની મંજૂરી આપવામાં આવી જે ખુદની તપાસ કરાવવાની ઈચ્છા રાખે છે અને તે લોકો માટે જે કોઈપણ દેશ કે રાજ્યોમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવ ટેસ્ટની માગ કરે છે. કોવિડ-19 પર રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ દ્વારા ભલામણ કરેલ પરીક્ષણની વ્યૂહરચના માટે સલાહકારે કહ્યું કે, રાજ્ય સરકાર ઓન-ડિમાન્ડ ટેસ્ટ માટે સરળ નિયમ નક્કી કરી શકે છે.
એડવાઇઝરીમાં તે પણ સૂચન આપવામાં આવ્યું છે કે કન્ટેઈન્મેન્ટ ઝોન (containment zones)મા રહેતા 100 ટકા લોકોનું ટેસ્ટિંગ ઝડપથી એન્ટીજન ટેસ્ટના માધ્યમથી કરવું જોઈએ, ખાસ કરીને તે શહેરોમાં જ્યાં સંક્રમણનો વ્યાપક પ્રસાર થયો છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નિયમિત ધ્યાન અને પ્રવેશ પોઈન્ટ પર સ્ક્રીનિંગ હેઠળ, સલાહકારે બધા ઉચ્ચ જોખમ વાળા વ્યક્તિઓની ટેસ્ટિંગ કરવાની ભલામણ કરી છે.
દેશમાં કોરોનાના 86432 નવા કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 40 લાખને પાર, છેલ્લા 13 દિવસમાં 10 લાખ કેસ
દેશમાં રેકોર્ડ કેસ આવ્યા સામે
દેશમાં કોરોના વાયરસ મહામારીનો કેર સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા પ્રમાણે દેશમાં કુલ કેસોની સંખ્યા 40 લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી શનિવાર (5 સપ્ટેમ્બર 2020) સવારે આઠ કલાકે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 86 હજાર 432 કેસ સામે આવ્યા છે અને 1089 લોકોના મૃત્યુ થયા છે.
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube