નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health) એ જણાવ્યું કે, દેશમાં 89.51 ટકા લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાથી 1.25 ટકા મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના 9.24 ટકા એક્ટિવ કેસ છે. મંત્રાલયના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ ચિંતાનું એક મોટુ કારણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે, કોરોનાને કારણે આપણે દૈનિક મૃત્યુને જોઈએ તો તે પણ વધી રહ્યાં છે. પરંતુ પાછલું ઉચ્ચ સ્તર 114 હતું અને વર્તમાનમાં એક દિવસની અંદર 879 લોકોના મૃત્યુ થયા છે. 


સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે, પંજાબમાં મધ્ય ફેબ્રુઆરીમાં દરરોજ 300 કેસ સામે આવતા હતા જે વધીને ત્રણ હજાર થઈ ગયા છે. કર્ણાટકમાં એવરેજ દરરોજ 404 કેસ આવતા હતા, જે વધીને 7700 થઈ ગયા છે. છત્તીસગઢમાં સાપ્તાહિક નવા કેસ દોઢ ટકાના દરે વધી રહ્યાં છે. તે 27.9 ટકાથી વધીને 28 ટકા થઈ ગયા છે. તેથી આ એક ચિંતાનું મોટુ કારણ છે. 


આ પણ વાંચોઃ આ 10 રાજ્યોમાં ઝડપથી વધી રહ્યો છે Corona નો ગ્રાફ, મહારાષ્ટ્ર, યૂપી અને છત્તીસગઢની ખરાબ સ્થિતિ


દિલ્હીમાં દરરોજ 134 કેસથી વધીને થયા 8104
સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્યોની સ્થિતિની જાણકારી આપતા રાજેશ ભૂષણે કહ્યુ કે, મધ્ય ફેબ્રુઆરીમાં મધ્ય પ્રદેશમાં એવરેજ 267 કેસ આવતા હતા તે વધીને 4900 થઈ ગયા છે. તમિલનાડુમાં સરેરાશ 450 કેસ આવતા તે વધીને 5200 થઈ ગયા છે. દિલ્હીમાં 134 કેસ આવતા તે વધીને 8 હજાર પાર પહોંચી ગયા છે. 


આ સાથે રાજેશ ભૂષણે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ પર કહ્યું કે, અહીં દૈનિક મામલા સપ્તાહ દર સપ્તાહ ખુબ વધી રહ્યો છે. અહીં કોરોનાના નવા કેસ 57000થી વધુના સ્તર પર પહોંચી ગયા છે. 


24 કલાકમાં 40 લાખથી વધુ રસીના ડોઝ અપાયા
દેશમાં ઝડપથી થઈ રહેલા રસીકરણ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે, આજે સવારે 8 કલાક સુધી દેશમાં 10.85 કરોડથી વધુ કોરોના વેક્સિન આપવામાં આવી ચુકી છે. છેલ્લા 24 કલાકમાં રસીના 40 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube