ભારતમાં આવી ગઈ કોરોનાની `ત્રીજી લહેર`! કેન્દ્રએ રાજ્યોને અસ્થાયી હોસ્પિટલ બનાવવાનો આપ્યો નિર્દેશ
કેન્દ્ર સરકારે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને રેપિડ ટેસ્ટ વધારવાનો નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં જિલ્લા સ્તર પર જરૂરી દવાઓ અને ઓક્સીજનના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરવાનું કહ્યું છે.
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણના વધી રહેલા કેસને રોકવા માટે કેન્દ્ર સરકાર સતત રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે બધા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને કોરોનાના સંક્રમણ અટકાવવા માટે પત્ર લખ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને અસ્થાયી હોસ્પિટલ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવા અને હોમ આઇસોલેશનમાં દર્દીઓના સર્વેલાન્સ માટે વિશેષ ટીમોની રચના કરવાની સલાહ આપી છે.
કેન્દ્ર સરકારે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને રેપિડ ટેસ્ટ વધારવાનો નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં જિલ્લા સ્તર પર જરૂરી દવાઓ અને ઓક્સીજનના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરવાનું કહ્યું છે. સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા સંયુક્ત પત્રમાં સ્થિતિનો સામનો કરવા માટે મજબૂત તૈયારી રાખવાની સલાહ આપી છે. સરકારનું કહેવું છે કે દેશમાં દરરોજ 20 લાખથી વધુ ટેસ્ટ કરવાની ક્ષમતા છે પરંતુ હાલના સમયમાં રાજ્યોએ તેમાં વધારો કરવાની જરૂર છે.
રાજસ્થાનઃ એક દિવસમાં ઓણિક્રોનના 52 નવા કેસ, જયપુરમાં સૌથી વધુ
મહત્વનું છે કે કોરોના સંક્રમણ અટકાવવા માટે દેશમાં ટેસ્ટ કરવા માટે સાત કિટોને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ તમામ કિટ પૂરતી માત્રામાં ખરીદવાનું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં કોરોના અટકાવવા માટે સ્વાસ્થ્ય સિસ્ટમને મજબૂત કરવા, રસીકરણ અભિયાનને તેજ કરવાની જરૂરીયાત પર ભાર આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારોને જરૂરીયાત પ્રમાણે પ્રતિબંધો લગાવવાની પણ સલાહ આપવામાં આવી છે. માપદંડોના આધાર પર બફર અને કન્ટેઈન્ટમેન્ટ ઝોન બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube