આઝમગઢમાં અખિલેશ પર અમિત શાહનો હુમલો, જનતાને સમજાવ્યો JAM નો અર્થ
આઝમગઢમાં સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યા બાદ જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યુ- આજે આઝમગઢમાં વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ થઈ રહ્યો છે.
આઝમગઢઃ બે દિવસીય પ્રવાસ પર ઉત્તર પ્રદેશ પહોંચેલા ભાજપ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે આઝમગઢમાં જનસભાને સંબોધિત કરતા પૂર્વની સરકારો પર હુમલો કર્યો છે. શાહે કહ્યુ કે, આઝમગઢને પહેલા કટ્ટરવાદી વિચાર અને આતંકવાદના ઘરના રૂપમાં ઓળખવામાં આવતું હતું. સાથે તેમણે જિન્ના, આઝમ ખાન અને મુખ્તારનો ઉલ્લેખ કરી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યુ છે.
આઝમગઢમાં સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યા બાદ જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યુ- આજે આઝમગઢમાં વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ થઈ રહ્યો છે. જે આઝમગઢને સપા સરકારમાં દુનિયાભરમાં કટ્ટરવાદી વિચાર અને આતંકના ગઢના રૂપમાં ઓળખવામાં આવતું હતું, તે આઝમગઢની ધરતી પર આજે માતા સરસ્વતીનું ધામ બનાવવાનું કામ થવા જઈ રહ્યું છે.
અમિત શાહે આઝમગઢથી પૂર્વ સીએમ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું- અમારી સરકારમાં JAM નો અર્થ છે- Jથી જનધન બેન્ક એકાઉન્ટ, Aથી આધાર કાર્ડ, M દરેક વ્યક્તિને મોબાઇલ. તો સમાજવાદી પાર્ટી માટે JAM નો અર્થ છે- Jથી જિન્ના, A આઝમ ખાન, Mથી મુખ્તાર.
મણિપુરમાં અસમ રાયફલના કમાન્ડિંગ ઓફિસરના કોનવોય પર હુમલો થતાં પત્ની-પુત્ર ગુમાવ્યા, 4 જવાન શહીદ
તેમણે કહ્યું- અમે 2017માં અમારા મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે 10 નવી વિશ્વવિદ્યાલય બનાવીશું. આજે 10 વિશ્વવિદ્યાલય બનાવવાનું કામ પૂરુ થી ચુક્યુ છે. 40 મેડિકલ કોલેજ બનાવવાનું વચન અમે આપ્યું હતું, તે વચન પણ પૂરુ કર્યું છે. અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીની પ્રશંસા કરતા કહ્યુ કે, તેમણે ઘણા પરિવર્તન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube