Samsaptak Rajyog: ગુરુ શુક્રની યુતિથી બનશે સમસપ્તક રાજયોગ, આ 3 રાશિ માટે ખુલશે કુબેરનો ખજાનો, સુધરી જશે દિવાળી

Samsaptak Rajyog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. આ રાશિ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. ગ્રહોના રાશિ પરિવર્તન દરમિયાન ઘણી વખત ખાસ યુતિ અને રાજયોગ પણ સર્જાતા હોય છે, જે બંપર લાભ કરાવે છે. ઓક્ટોબર મહિનામાં પણ આવો જ રાજયોગ બનવાનો છે. 
 

સમસપ્તક રાજયોગ

1/6
image

જ્યોતિષ ગણના અનુસાર ઓક્ટોબર મહિનામાં ગુરુ અને શુક્ર સમસપ્તક રાજયોગ બનાવશે. 13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. જેના કારણે ગુરુ અને શુક્ર એકબીજાથી સાતમા ભાવમાં હશે. જેના કારણે સમસપ્તક રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ ત્રણ રાશિ માટે શુભ માનવામાં આવી રહ્યો છે. 

શુક્ર ગુરુ યુતિ

2/6
image

ગુરુ ગ્રહ ધર્મ, જ્ઞાન, વિવેક, વૈવાહિક સુખ, સંતાનનો કારક ગ્રહ છે. જ્યારે શુક્ર વ્યક્તિને ભોગ વિલાસ, કલા, સંગીત, વૈવાહિક સુખ, ધન આપે છે. આ આ બંને ગ્રહો જે રાજયોગ બનાવશે તેના કારણે ત્રણ રાશિના લોકોને અઢળક લાભ થશે. 

વૃષભ રાશિ 

3/6
image

સમસપ્તક રાજયોગ બનવાથી વૃષભ રાશિના લોકોને શુભ સમાચાર મળી શકે છે. નોકરી કરતા લોકોની સમસ્યાઓ દૂર થશે. બધી જ મનોકામના પૂરી થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. 

ધન રાશિ

4/6
image

ધન રાશિના લોકો માટે પ્રગતિના દ્વાર ખુલશે. ધન લાભના યોગ બનશે. અટકેલું ધન પરત મળશે પારિવારિક સંબંધ મજબૂત થશે. વેપારીઓને મોટી ડીલ મળી શકે છે. નફો વધશે. 

વૃશ્ચિક રાશિ 

5/6
image

વૃશ્ચિક રાશિના લોકો માટે સમસપ્તક રાજયોગ ફાયદાકારક છે આવકના નવા સોર્સ સામે આવશે. બીમારીઓથી મુક્તિ મળશે. નોકરી અને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે.

6/6
image