નવી દિલ્હી: કેંદ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પર્યટન સ્થળો અને હિલ સ્ટેશનોવાળા આઠ રાજ્યોને સર્તકતા વર્તતા કોરોના વાયરસ (Coronavirus) ના પ્રસારથી બચવા માટે સખત કોવિડ ઉપયુક્ત વ્યવહારનું પાલન કરવા માટે કહ્યું છે. કેંદ્રીય ગૃહ સચિવ ભલ્લાએ એક બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં હિલ સ્ટેશનો અને પર્યટન સ્થળો પર Covid-19 ને ફેલાતો રોકવા માટે રાજ્ય સરકારો દ્વારા ભરવામાં આવેલા પગલાંની સમક્ષા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યોએ વ્યક્ત કરી સમીક્ષા
કેંદ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ વાત પર ભાર મૂક્યો કે Covid-19 ની બીજી લહેર હજુ સમાપ્ત થઇ નથી. એટલા માટે સાવધાની રાખવી જરૂરી છે. આ બેઠક દરમિયાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને બંગાળમાં કોવિડ 19 ની હાલની સ્થિતિના મેનેજમેન્ટ તથા લોકોના રસીકરણ (Corona Vaccine) ની તાજી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

Jamnagar: નભોમંડળમાં મંગળવારે જોવા મળશે વધુ એક અવકાશી નજારો, થશે આ બે ગ્રહોનું મિલન


અન્ય પર્યટન સ્થળો પર ભીડ વધારી શકે છે મુશ્કેલી
કેંદ્રીય ગૃહ સચિવે હિલ સ્ટેશનો અને અન્ય પર્યટન સ્થળોમાં કોવિડ ઉપયુક્ત વ્યવહારની અવગણના દર્શાવનાર મીડિયા રિપોર્ટને ધ્યાનમાં રાખતા લોકોને સાવધાની વર્તવા કહેવામાં આવ્યું. તેમણે એ પણ કહ્યું કે રાજ્યોને પોતાની તરફ પહેલ કરતં લોકો દ્વારા માસ્ક પહેરવા, સામાજીક અંતર જાળવવા જેવા બચાવ ઉપાયોને કડક રીતે લાગૂ કરવા જોઈએ. 


આ રાજ્યોમાં હજુ સખત જરૂર 
વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બીજી લહેર નબળી પડી રહી છે અને સમગ્ર સંક્રમણ દર પણ ઘટ્યો છે, પરંતુ રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને બંગાળના ઘણા જિલ્લામાં હજુ પણ સંક્રમણ દર 10 ટકાથી વધુ છે. જે નિશ્વિતપણે ચિંતાનો વિષય છે.

Goods and Services Tax: 4 પ્રકારના હોય છે GST, સરળ ભાષામાં સમજો તફાવત


5 ફોલ્ડ ફોર્મૂલા પર અમલની સલાહ
ગૃહ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં રાજ્યોને પાંચ સ્તરીય રણનીતિ અપનાવવાનું કહેવામાં આવ્યું છે. તેમાં ટેસ્ટિંગ, સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ, સારવાર, રસીકરણ અને કોરોનાથી બચાવના નિયમોનું પાલન કરવું સામેલ છે. મંત્રાલયે 29 જૂને આ સંબંધમાં એક આદેશ પણ જારી કર્યો હતો. ભવિષ્યમાં કોવિડના કેસમાં સંભવિત વધારાનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય સંબંધી પર્યાપ્ત પાયાની સુવિધાઓ (ખાસકરીને ગ્રામીણ, આદિવાસી અને જનજાતીય વિસ્તારોમાં) તૈયાર કરવાની પણ સલાહ આપી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube