ગજેન્દ્ર સિંહ શેખાવતને SOGની નોટિસ, કેન્દ્રીય મંત્રીનો વોઈસ ક્લિપ અંગે સવાલ-કોણે રેકોર્ડ કરી?
રાજસ્થાન (Rajasthan) માં સરકાર પાડવાની કોશિશ અંગે કથિત વાયરલ થયેલી બે ઓડિયોની તપાસ મામલે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) ને નોટિસ મોકલી છે. એસઓજીની નોટિસ પર કેન્દ્રીય મંત્રી શેખાવતા તપાસ એજન્સીને કેટલાક સવાલ પૂછતા કહ્યું કે કોણે આ ઓડિયો રેકોર્ડ કર્યો? કોની મંજૂરીથી તે રેકોર્ડ થયો?
નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan) માં સરકાર પાડવાની કોશિશ અંગે કથિત વાયરલ થયેલી બે ઓડિયોની તપાસ મામલે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) ને નોટિસ મોકલી છે. એસઓજીની નોટિસ પર કેન્દ્રીય મંત્રી શેખાવતા તપાસ એજન્સીને કેટલાક સવાલ પૂછતા કહ્યું કે કોણે આ ઓડિયો રેકોર્ડ કર્યો? કોની મંજૂરીથી તે રેકોર્ડ થયો?
કેન્દ્રીય મંત્રી શેખાવતે જણાવ્યું કે રાજસ્થાન પોલીસના એસઓજીએ મારા અંગત સચિવના માધ્યમથી એક નોટિસ મોકલી છે. નોટિસમાં તેમણે મને પોતાનું નિવેદન અને અવાજના નમૂનો રેકોર્ડ કરવાનું કહ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube