નવી દિલ્હી : હું માત્ર સપના નથી દેખાડતો, તેમને પુરા પણ કરુ છું: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીઝાંસી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે, હું પોતાના સંબંધિત મંત્રાલયની તરફથી જાહેરાત કરુ છું કે 550 કિલોમીટર લાંબો બેતવા નદી પર જળમાર્ગ બનાવવામાં આવશે. નીતિન ગડકરીએ તેમ પણ કહ્યું કે, હું એવો નેતા નથી જે સપનાઓ દેખાડે, હું સપનાઓને પુર્ણ પણ કરુ છું. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી રાજમાર્ગ, જહાજરાની, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી નીતિન ગડકરી રવિવારે ઉત્તરપ્રદેશનાં ઝાંસી આવ્યા હતા. આ દરમિયાન તેમણે 600 કરોડ રૂપિયાથી વધારેવિકાસની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરૂણ જેટલીએ મનમોહન સિંહ પર સાધ્યું નિશાન, તેમનું નિવેદન વિવાદાસ્પદ

આ દરમિયાન નીતિન ગડકરીએ જનસભાને સંબોધિત કરતા મંચ પરથી જાહેરાત કરી કે બેતવા નદીનો જળમાર્ગ જાહેરાત કરવામાં આવી રહ્યો છે. હું તમને માત્ર સપના નહી દેખાડુ પરંતુ તે સપનાઓને સાચા પણ કરી દેખાડીશ. આ સાથે જ તેમણે મંચથી જ જળમાર્ગની જાહેરાત અંગે ડીપીઆર તૈયાર કરવાનાં આદેશ આપ્યા. તેમણે કહ્યું કહ્યું કે, બેતવા મધ્યપ્રદેશનાં હોશંગાબાજથી ચાલુ થઇને ઉત્તરપ્રદેશનાં હમીરપુરમાં પહોંચીને યમુનામાં મળે છે. આ અંગે જળમાર્ગ બની જવાથી આવન જાવન ખુબ જ સસ્તું અને સુગમ થઇ જશે. 


વિંગ કમાંડરની કરોડરજ્જુમાં ગંભીર ઇજા, વાયુસેના ઇચ્છે છે ઝડપી ઉડાવે વિમાન

ગડકરીએ કહ્યું કે, જો કેન-બેતવા નદીઓને જોડવાને સંપુર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સહમતી પત્ર પર સહી કરી દે, તો ત્રણ દિવસની અંદર 20 હજાર કરોડની આ યોજના ટેંડર ઇશ્યું કરી દેવામાં આવશે. કાર્યક્રમમાં ગડકરી સાથે યૂપીના ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ હાજર રહ્યા હતા.