નવી દિલ્હી : બોલિવુડ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા અપાયેલા વિવાદિત નિવેદનની કેન્દ્રીય મંત્રી પ્રાકાશ જાવડેકરની નિંદા કરી છે. મુંબઇમાં પરેલ મહોત્સવ કાર્યક્રમમામં પહોંચેલા જાવડેકરે કહ્યું કે, જો કોઇ પોતાની જાતને સુરક્ષીત દેશમાં અસુરરક્ષીત અનુભવી રહી છે તો તે તેની અસુરક્ષીત માનસિકતાનો સંકેત છે. દરેક વ્યક્તિને આ દેશમાં પોતાનો વિચારોનો સામે રાખવા અને પોતાની કળાને વ્યક્ત કરવાની તક મળી છે. એટલા માટે આ પ્રકારનો આરોપ યોગ્ય નથી, સુરક્ષીત રહીને અસુરક્ષીત ભાવનાનો અનુભવ કરવાનું એક પેશન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દે બેગાની શાદીમાં અબ્દુલ્લા દિવાનાની જેમ કુદનારા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પણ જાવડેકરે જવાબ આપ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ મુદ્દે પાકિસ્તાન પાસેથી સર્ટીફિકેટ લેવાની જરૂર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાને નસીરુદ્દીનનાં નિવેદન અંગે કહ્યું હતું કે, તેઓ ભારતમાં વડાપ્રધાન મોદીની સરકારને દેખાડશે કે લઘુમતી સાથે કઇ રીતે વર્તન કરવું જોઇએ ? 


આજે IIT-ભુવનેશ્વરનું ઉદ્ધાટન કરશે વડાપ્રધાન મોદી, 14 હજાર કરોડની ભેટ આપશે...

ળઘુમતી પંચનાં અધ્યક્ષ ગય્યરુલ હસને કહ્યું કે, રાષ્ટ્રીય લઘુમતી પંચ ભારતીય અભિનેતા નસીરુદ્દીન શાહનાં નિવેદન સાથે કોઇ જ લેવા જેવા નથી. પંચના અનુસાર સમગ્ર ભારતમાં શાંતિ અને એકતાનું વાતાવરણ છે. પંચે આગળ કહ્યું કે, જે દેશે તેમને એક ઉંચાઇ સુધી પહોંચાડ્યા, તે જ દેશ માટે તેમણે આવું કહેતા પહેલા વિચારવું જોઇએ. 


2018માં Income Tax ના નિયમોમાં થયા અનેક પરિવર્તન, 2019 પહેલા જાણવું છે જરૂરી...

અભિનેતા નસીરુદ્દીન શાહે હાલમાં જ ટોળા દ્વારા કરવામાં આવેલી હિંસાનો હવાલો ટાંકટા કહ્યું હતું કે અનેક સ્થળો પર એક ગાયના મોતને વ્યક્તિના મોત કરતા વધારે મહત્વ અપાઇ રહ્યું છે. ફિલ્મ અભિનેતાએ પોતાનાં બાળકોની સુરક્ષા મુદ્દે પણ ઉલ્લેખ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે તેમણે પોતાનાં બાળકોને કોઇ ખાસ ધર્મનું શિક્ષણ નથી આપ્યું.