નવી દિલ્હી: દરેક ભારતીયને આ વર્ષના અંત સુધીમાં કોરોના રસી (Corona Vaccine) મળી જશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) શુક્રવારે કોરોના સંકટ પર પ્રેસ કોન્ફરન્સ યોજી આ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વેક્સીનેશન અભિયાન ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'કોંગ્રેસ શાસિત રાજ્યોમાં શોધો ખામીઓ'
આ સમય દરમિયાન, જાવડેકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવેદન પર પણ નિશાન સાધ્યું હતું, જેમાં કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે દેશની 130 કરોડ વસ્તીમાંથી માત્ર 3 ટકા લોકોને કોરોનાની બંને રસી લગાવી શક્યા છીએ. જાવડેકરે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યો તરફ ધ્યાન આપવું જોઈએ, જ્યાં વેક્સીનેશનમાં ખામીઓ છે.


આ પણ વાંચો:- રામદેવ-IMA વિવાદમાં કૂદી આયુર્વેદિક ડોક્ટરોની સંસ્થા NIMA, સ્વાસ્થ્ય મંત્રીને લખ્યો પત્ર


'જનતાએ ક્યારની બંધ કરી દીધી રાહુલની નૌટંકી'
આટલું જ નહીં, રાહુલ ગાંધી દ્વારા કોરોના મહામારી ફાટી નીકળવાના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરવા પર પણ જાવડેકરે કોંગ્રેસના નેતા પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વિપક્ષી નેતાએ જે પ્રકારની ભાષા વાપરી હતી અને લોકોના મનમાં 'ડર' પેદા કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે 'ટૂલકીટ' પાછળ કોંગ્રેસનો હાથ છે. જાવડેકરે કહ્યું કે પ્રધાનમંત્રી દેશની જનતાની સાથે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે અને આવા સમયે રાહુલ ગાંધી, સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો માટે 'નૌટંકી' શબ્દનો ઉપયોગ કરે છે. આ રાષ્ટ્ર અને દેશના લોકોનું અપમાન છે. અમે આવા શબ્દોનો ઉપયોગ કરીશું નહીં, કારણ કે તેમની 'નૌટંકી' જનતાએ ક્યારની બંધ કરી દીધી છે.


આ પણ વાંચો:- PM મોદી અને રાજ્યપાલ ધનખડને CM મમતાએ જોવડાવી 30 મિનિટ રાહ, કાગળ આપી નીકળી ગયા


રસીકરણના મામલામાં બીજા સ્થાને છે ભારત
રાહુલ ગાંધીના ધીમા રસીકરણ અભિયાનના આરોપોને નકારી કાઢતા જાવડેકરે કહ્યું કે અત્યાર સુધીમાં ભારતે 20 કરોડથી વધુ લોકોને એન્ટી કોરોના રસીનો ડોઝ આપ્યો છે. ભારત આજે વિશ્વનો સૌથી ઝડપી અને સૌથી રસી અપાયેલ દેશ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં જ રસીના 216 કરોડ ડોઝ અને 108 કરોડ લોકોને રસી આપવાની રૂપરેખા આપી છે. રસીકરણ માટે કેન્દ્ર સરકાર પર હુમલો કરવાને બદલે રાહુલ ગાંધીએ પોતાનું ધ્યાન કોંગ્રેસ શાસિત રાજ્યો પર કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે તેઓ રસી ઉત્પાદકો પાસેથી પોતાનો રસીનો હિસ્સો મેળવી શકતા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube