નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝના ભાવમાં (Petrol Diesel Price) સતત વધારો થઈ રહ્યો છે. આ મહિનામાં 10 દિવસમાં પેટ્રોલ જ્યાં 2.80 રૂપિયા મોંઘુ થયું તો ડીઝલના ભાવમાં 3.30 રૂપિયાનો વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓ (Government Oil Companies) એ એકવાર ફરીથી સોમવારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો કર્યો છે. આ સાથે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. સતત સાતમાં દિવસે ભાવ વધારાથી ઈંધણની કિંમત રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગઈ છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીનું એક નિવેદન સામે આવ્યુ છે. 


વેક્સિનના પૈસા ક્યાંથી આવશે?
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ કહ્યુ- તેલની કિંમતો વધુ નથી, આ કિંમતોમાં ટેક્સ પણ સામેલ છે. ફ્રી વેક્સિન  (Free Vaccine) તો તમે લીધી હશે, તેના પૈસા ક્યાંથી આવશે? તમે વેક્સિન માટે રૂપિયા આપ્યા નથી, આ રીતે (પેટ્રોલ-ડીઝલ પર લાગેલા ટેક્સથી) રૂપિયા ભેગા કર્યા.  કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીનું આ નિવેદન 9 ઓક્ટોબરનું છે, જેમણે અસમમાં આ નિવેદન આપ્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube