નવી દિલ્હી: એક તરફ જ્યાં કોંગ્રેસ સતત ફેસબુક પર ભાજપ સાથે સાઠગાંઠનો આરોપ લગાવી રહી છે. ત્યારે હવે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખી મોટો આરોપ લગાવ્યો છે. ફેસબુકની રાજકીય દળો સાથે સાઠગાંઠના આરોપ વચ્ચે પ્રસાદનો પત્ર ઘણો મહત્વનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- હવે એક-એક ઈંચ જમીન માટે માર ખાશે ચીન! ભારતે કરી છે આ તૈયારી


રવિશંકર પ્રસાદે ઝુકરબર્ગને મોકલેલા પત્રમાં લખ્યું છે કે, ફેસબુક ઇન્ડિયાની ટીમ રાજકીય વિચારધારાના આધાર પર ભેદભાવ કરે છે. તેમણે પત્રણાં લખ્યું છે કે, ફેસબુકના કર્મચારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે. તેમણે આ પણ લખ્યું છે કે, તેમને જાણકારી મળી છે કે, ફેસબુક ઇન્ડિયાની ટીમના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ એક કાસ રાજકીય વિચારધારાના સમર્થક છે.


આ પણ વાંચો:- Indian Armyએ બ્લેક ટોપથી ચીનના કેમેરા અને સર્વેલન્સ સિસ્ટમને હટાવી


ભારતની આ છે સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ, જેણે ચીનના 500 સૈનિકોને ભગાડ્યા


પહેલા પણ ઘણી વખત કર્યો મેઇલ: પ્રસાદ
રવિશંકર પ્રસાદે લખ્યું, આ મામલે મેં ઘણી વખત ફેસબુક મેનેજમેન્ટને મેઇલ કર્યો પરંતુ તેનો કોઇ રિસ્પોન્સ આવ્યો નથી. આ ક્યારે સ્વીકાર કરવામાં આવશે નહીં કે કરોડો લોકોની અભિવ્યક્તિની આઝાદી પર વ્યક્તિ વિશેષ રાજકીય પ્રતિબદ્ધતાને લાદવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર