નવી દિલ્હી: કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવાર (Santosh Gangwar)એ કહ્યું છે કે દેશમાં રોજગારી (Jobs)ની કોઈ કમી નથી. કેન્દ્રીય મંત્રી ગંગવારે કહ્યું કે દેશમાં યોગ્ય યુવાઓ (Youth)ની કમી છે. યોગ્ય યુવાઓ માટે નોકરીની કોઈ કમી નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું  કે આજકાલ અખબારોમાં રોજગારની વાતો આવી રહી છે. અમે આ જ મંત્રાલયને જોવાનું કામ કરીએ છીએ. હું કહી શકું છું કે દેશની અંદર રોજગારની કોઈ કમી નથી. રોજગારી ખુબ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરીબોને ફ્રીમાં ઈડલી-સંભાર ખવડાવે છે આ અમ્મા, 70ની ઉંમરમાં પણ ચૂલા પર બનાવે છે ભોજન 


ગંગવારે કહ્યું કે અમારા ઉત્તર ભારતમાં જે લોકો ભરતી માટે આવે છે તો તેઓ એ સવાલ કરે છે કે જે પદ માટે અમે ભરતી કરીએ છીએ તેની ક્વોલિટીની વ્યક્તિ અમને ઓછી મળે છે. 


અમેરિકાના હ્યુસ્ટનમાં થશે પીએમ મોદીનો મેગા શો 'Howdy Modi', ટ્રમ્પ પણ થઈ શકે છે સામેલ


જોવા મળી રહ્યાં છે સુધારના સંકેત
અત્રે જણાવવાનું કે હાલના દિવસોમાં અર્થવ્યવસ્થાને લઈને અનેક જાણકારોએ ખુબ ચિંતા વ્યક્ત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અર્થવ્યવસ્થાના મોટાભાગના ઘટકોમાં સુધારના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે પહેલા ત્રિમાસિકમાં આર્થિક વિકાસ દર ઘટીને છ મહિનાના નીચલા સ્તર પર પાંચ ટકા પહોંચી ગયા બાદ ઔદ્યોગિક ઉત્પાદન અને સ્થિર રોકાણ વધ્યુ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...