અમેરિકાના હ્યુસ્ટનમાં થશે પીએમ મોદીનો મેગા શો 'Howdy Modi', ટ્રમ્પ પણ થઈ શકે છે સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 21 સપ્ટેમ્બરના રોજ અમેરિકા (US)ના પ્રવાસે જશે. પીએમ મોદી ત્યાં હ્યુસ્ટન (Houston)માં એક મેગા શો 'Howdy Modi'ને સંબોધિત કરશે.

અમેરિકાના હ્યુસ્ટનમાં થશે પીએમ મોદીનો મેગા શો 'Howdy Modi', ટ્રમ્પ પણ થઈ શકે છે સામેલ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 21 સપ્ટેમ્બરના રોજ અમેરિકા (US)ના પ્રવાસે જશે. પીએમ મોદી ત્યાં હ્યુસ્ટન (Houston)માં એક મેગા શો 'Howdy Modi'ને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ ભાગ લઈ શકે છે. પીએમ મોદીના 'Howdy Modi' કાર્યક્રમમાં ભારતીય સમુદાયના હજારો લોકો ભાગ લે તેવી શક્યતા છે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ  ટિકિટ નથી. તેના માટે ફક્ત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 

વાત જાણે એમ છે કે પશ્ચિમ અમેરિકામાં દોસ્તાના અંદાજમાં એકબીજાને 'Howdy' કહેવાનું ચલણ છે. 'Howdy' એ અંગ્રેજી શબ્દ હાઉ ડુ યુ ડુ (how do you do)નું સંક્ષિપ્ત સ્વરૂપ છે.

જુઓ LIVE TV

આ કાર્યક્રમમાં પીએમ મોદીના ભાષણ ઉપરાંત ભારતીય-અમેરિકન સંબંધોને દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હશે જેનું સીધુ પ્રસારણ કરવામાં આવશે. 'Howdy Modi'નું આયોજન ટેક્સાસ ઈન્ડિયા ફોરમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news