મોદીના મંત્રીએ ભાગેડુ વિજય માલ્યાને ગણાવ્યો `સ્માર્ટ`, બાળકોને કહ્યું-તમને કોણે રોક્યા છે?
ભાગેડુ લીકર કિંગ વિજય માલ્યાને સ્માર્ટ ગણાવતા કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામે અનુસૂચિત જાતિ અને જનજાતિઓને સફળ કારોબારી બનવા માટે બેંકમાંથી લોન લેતા પહેલા સ્માર્ટ બનવાની સલાહ આપી દીધી.
હૈદરાબાદ: ભાગેડુ લીકર કિંગ વિજય માલ્યાને સ્માર્ટ ગણાવતા કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામે અનુસૂચિત જાતિ અને જનજાતિઓને સફળ કારોબારી બનવા માટે બેંકમાંથી લોન લેતા પહેલા સ્માર્ટ બનવાની સલાહ આપી દીધી. જનજાતિય કલ્યાણ મંત્રીએ અહીં રાષ્ટ્રીય જનજાતીય ઉદ્યોગપતિ કોન્કલેવ 2018માં કહ્યું કે સરકાર વિભિન્ન યોજનાઓના માધ્યમોથી આદિવાસી વેપારીઓને પ્રોત્સાહિત કરશે.
તેમણે કહ્યું કે જો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને શિક્ષા, નોકરીઓ અને રાજકારણમાં આરક્ષણ મળેલુ છે. પરંતુ નુકસાન છે છે કે જ્ઞાન અને પ્રતિભાના સંદર્ભમાં તેમની સાથે અન્યોના જેવો વ્યવહાર કરવામાં આવતો નથી.
વિજય માલ્યા બુદ્ધિશાળી છે: ઓરમ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આપણે ઉદ્યોગસાહસિક બનવું જોઈએ. આપણે બુદ્ધિશાળી બનવું જોઈએ. આપણે સ્માર્ટ બનવું જોઈએ. આપણે જાણકારી મેળવવી જોઈએ. સૂચના શક્તિ છે. જેમની પાસે જાણકારી છે તેઓ સત્તાને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યું કે તમે વિજય માલ્યાની ટીકા કરો છો પરંતુ વિજય માલ્યા શું છે? તે બુદ્ધિશાળી છે. તેણે અનેક બુદ્ધિશાળી લોકોને નોકરી પર રાખ્યાં. તેણે અહીં તહીં બેંકકર્મીઓ, રાજનેતાઓ, સરકાર સાથે હેરફેર કરી.
ઓરામે પૂછ્યું કે તેણે (માલ્યા) તેમને ખરીદ્યા. તમને કોણે (સ્માર્ટ થતા) રોક્યા છે? વ્યવસ્થાને પ્રભાવિત ન કરવા બદલ આદિવાસીઓને કોણે પૂછ્યું? કોણે તમને બેંકકર્મીઓે પ્રભાવિત કરતા રોક્યાં?
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા છે કે એસસી અને એસટી લાંબા સમય સુધી રોજગાર મેળવનારા ન રહેવા જોઈએ પરંતુ તેઓ રોજગારી આપનારા બનવા જોઈએ. આપણે તેમની ઈચ્છા પૂરી કરવી જોઈએ. એક મંત્રી તરીકે આ માટે હું પ્રતિબદ્ધ છું.