નવી દિલ્હીઃ દેશમાં દરરોજ કોરોના કેસમાં સતત વધારો થી રહ્યો છે. દેશમાં એક દિવસમાં સાડા ત્રણ લાખ કરતા વધુ કેસ સામે આવ્યા છે. વિશ્વમાં અત્યાર સુધી એક દિવસમાં આટલા કેસ ક્યાંય સામે આવ્યા નથી. સરકાર કોરોના સંકટનો સામનો કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સોમવારે દેશમાં 3,52,991 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેષ, કેરલ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધી 14.19 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત સચિવ (સ્વાસ્થ્ય મંત્રાલય) લવ અગ્રવાલે જણાવ્યુ, આ સમયે દેશમાં 82 ટકા કોરોના દર્દીઓ સાજા થઈ ગયા છે. આશરે 16.25% કેસ એટલે કે  28,13,658 કેસ એક્ટિવ છે. તેમણે આગળ કહ્યું કે, કેટલાક રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધુ છે. જેમાં મહારાષ્ટ્ર, યૂપી, કર્ણાટક, કેરલ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ સામેલ છે. દેશભરમાં અત્યાર સુધી વેક્સિનના  14,19,00,000 ડોઝ આપવામાં આવ્યા છે. 


corona crisis: કોરોના સામે લડવા હવે સશસ્ત્ર દળોના નિવૃત ડોક્ટરોને કરાશે તૈનાત


ઓક્સિજન ટેન્કરનું પરિહન એક મોટો પડકાર
તો ગૃહ મંત્રાલયમાં અધિક સચિવે જણાવ્યું કે, ભારત ખરીદી અને ભાડા બન્ને આધાર પર વિદેશોથી ઓક્સિજન ટેન્કર મંગાવી રહ્યું છે. ઓક્સિજન ટેન્કરોનું પરિવહન એક મોટો પડકાર છે. રીયલ-ટાઇમ ટ્રેકિંગનો ઉપયોગ કરતા, અમે ઓક્સિજન ટેન્કરોની અવર-જવર પર નજર રાખી રહ્યાં છીએ. 


આ કારણે હોસ્પિટલોની બહાર થઈ જાય છે ભીડ
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ, જે પણ કોવિડ પોઝિટિવ આવે છે તેમાં તે પેનિક થઈ જાય છે કે ક્યાંક બાદમાં ઓક્સિજન અને હોસ્પિટલમાં દાખલ ખવાની જરૂર ન પડે તેથી હું અત્યારે દાખલ થઈ જાવ છું. હોસ્પિટલોની બહાર ભારે ભીડ થાય છે અને જરૂરી દર્દીઓને સારવાર મળતી નથી. તેમણે આગળ કહ્યું કે, આપણે કેસની સંખ્યા ઓછી કરવી પડશે અને હોસ્પિટલના સંસાધનોનો સારો ઉપયોગ કરવો પડશે. ઓક્સિજનનો વિવેકપૂર્ણ ઉપયોગ ખુબ મહત્વપૂર્ણ છે. હાલમાં એક બિનજરૂરી ડર છે. 
 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube