નવી દિલ્હીઃ દેશમાં રેલવેના ખાનગીકરણ થવાની ચર્ચા હંમેશા થતી આવી છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે સ્પષ્ટ કરી દીધુ કે રેલવેનું ખાનગીકરણ થવાનું નથી. સરકારે કહ્યું કે, રેલવેના ખાનગીકરણને લઈને ચાલી રહેલી તમામ વાતો કાલ્પનિક છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, સરકારની દ્રષ્ટિમાં રણનીતિક ક્ષેત્રના રૂપમાં રેલવેની સામાજિક જવાબદારી છે કે જેને વાણિજ્યિક વ્યવહારિતા પર ધ્યાન આપવા માટે પૂરી કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2022-2023 માટે રેલ મંત્રાલયના નિયંત્રણ હેઠળ અનુદાનની માંગો પર ચર્ચાનો જવાબ આપતા રેલ મંત્રીએ કહ્યુ કે, રેલવેનું ખાનગીકરણ ન થઈ શકે કારણ કે પાટા રેલવેના છે, એન્જિન રેલવેના છે, સ્ટેશન અને લાઇટના તાર રેલવેના છે. આ સિવાય ડબ્બા અને સિગ્નલ સિસ્ટમ પણ રેલવેની છે. વૈષ્ણવે કહ્યુ કે, પૂર્વ રેલ મંત્રી પીયુષ ગોયલ પણ સ્પષ્ટ કરી ચુક્યા છે કે રેલવેનું માળખુ જટીલ છે અને તેનું ખાનગીકરણ નહીં થાય. તેમણે તે પણ સ્પષ્ટ કર્યું કે, માલગાડીઓનું પણ ખાનગીકરણ થવાનું નથી. 


આ પણ વાંચોઃ અસમમાં સૌથી વધુ છે મુસ્લિમ વસ્તી, હવે તે અલ્પસંખ્યક નહીંઃ હિમંત બિસ્વા સરમા  


રેલ મંત્રીએ કહ્યું, સરકારની દ્રષ્ટિમાં રણનીતિક ક્ષેત્રના રૂપમાં રેલવેની સામાજિક જવાબદારી છે. તેનું અત્યાર સુધી પાલન કરવામાં આવ્યું અને આગળ પણ કરવામાં આવશે. વ્યાપારી સધ્ધરતા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ પરિપૂર્ણ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે આ વિષય પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને કેટલાક અન્ય વિપક્ષી દળોના સભ્યોએ સરકાર પર રેલવેના ખાનગીકરફ તરફ વધવા અને માત્ર નફો કમાવવા પર ધ્યાન આપવાનો આરોપ લગાવતા મંગળવારે લોકસભામાં કહ્યું હતું કે સરકાર તરફથી રેલ આધુનિકીકરણની વાત કરવી માત્ર દુષ્પ્રચાર છે. 


રેલ મંત્રીએ કહ્યું કે રેલવેની સામાજિક જવાબદારી પર ધ્યાન આપે ત્યારે સ્પષ્ટ થશે કે અમે 60 હજાર કરોડ રૂપિયાની સબ્સિડી આપી રહ્યાં છીએ. વૈષ્ણવે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જીવન રેલવે સાથે જોડાયેલું છે, તે રેલને ખુબ સારી રીતે સમજે છે. તેમણે કહ્યું કે, આજે રેલવે જ્યાં પર છે, તે જાણવા માટે અમારે પાછળ જવું પડશે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પહેલા જેવી નબળી નીતિ હતી, તેનો પ્રભાવ રેલવે પર પણ હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube