ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
મધ્યપ્રદેશમાં એક યુવક-યુવતીએ અનોખી રીતે લગ્ન કર્યાં છે, જે સમગ્ર દેશમાં ચર્ચાનું કારણ બન્યા છે. આ કપલે કોઈ ખર્ચ કર્યા વગર બંધારણના શપથ લઈને લગ્ન કર્યાં છે.
લખનૌઃ ધામધૂમથી લગ્ન કરવા એ દરેકનું સપનું હોય છે. લોકો પોતાના લગ્નને યાગદાર બનાવવા માટે ખૂબ મોટા આયોજન કરે છે અને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. લગ્નને જન્મ-જનમનું અતૂટ બંધન માનવામાં આવે છે. એટલે લગ્નની ઉજવણી ભવ્ય હોય તેવી ઈચ્છા છોકરા અને છોકરી બંનેની હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક અનોખા લગ્ન ચર્ચાનું કારણ બન્યા છે. અહીં એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર એક કપલે અનોખા લગ્ન કર્યાં છે, જે ખૂબ ચર્ચાનું કારણ બન્યા છે.
કોઈ ખર્ચ વગર કર્યા લગ્ન
લગ્નના અતૂટ બંધનમાં બંધાવા દરેક વ્યક્તિ, પછી ભલે તે કોઈપણ સમાજનો હોય, તેમના ધર્મ અને રીતરિવાજો અનુસાર લગ્ન કરે છે, જેમાં લોકો લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ આ યુગલના લગ્ન એક અનોખા હતા જેમાં બંનેમાંથી કોઈએ ન અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા, ન તો કાઝી કે પૂજારીને બોલાવ્યા. ન તો આ કપલે કોર્ટમાં જઈને લગ્ન કર્યાં છે. તેવામાં આ અનોખા લગ્નની ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચોઃ પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
આ રીતે કર્યાં લગ્ન
હકીકતમાં આ લગ્નમાં યુવક-યુવતીએ બંધારણના શપથ લઈ ગુરૂ ધાસીદાસ જયંતિના દિવસે લગ્ન કર્યાં છે. આ અનોખા લગ્નમાં ન સાત ફેરા થયા ન બેંડવાજા અને ન કોઈ મંત્રોચ્ચાર... કારણ કે આ લગ્ન સામાન્ય રીતે વરમાળા પહેરાવી બંધારણ નિર્માતા બાબા સાહેબ આંબેડકરના ચિત્રની સામે બંધારણના શપથ લઈને સંપન્ન થયા છે.
મધ્યપ્રદેશના કાપૂમાં આયોજીત એક સામાજિક કાર્યક્રમ દરમિયાન આ કપલે પોતાના લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો. ત્યારબાદ તેની ઈચ્છા અનુસાર ભારતના બંધારણના શપથ લઈને બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. આ અનોખા લગ્નમાં વર-કન્યાના માતા-પિતા સાથે સમાજના લોકોએ પણ હાજરી આપી અને પ્રસન્નતા વ્યક્ત કરતા બંનેને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્ન કપૂ ગામના યમન લહરે અને પ્રતિમા માહેશ્વરી વચ્ચે થયા છે. તેણે સાત ફેરા લેવાની જગ્યાએ બંધારણના શપથ લઈને લગ્ન કર્યાં છે.