ચંડીગઢઃ પંજાબમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પહેલા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ. હવે સમાચાર આવી રહ્યા છે કે પંજાબ કેબિનેટમાં બે દિવસ પહેલા સામેલ થયેલા રઝિયા સુલ્તાનાએ પણ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસ માટે પંજાબની દ્રષ્ટિએ આજનો દિવસ ખરાબ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રઝિયા સુલ્તાનાએ બે દિવસ પહેલા પંજાબ કેબિનેટના મંત્રીના રૂપમાં પદભાર સંભાળ્યો હતો. તેમણે સિદ્ધુનો સાથ આપતા રાજીનામુ આપી દીધુ છે. તેમણે કહ્યું કે, સિદ્ધુ સાહેબ સિદ્ધાંતોના વ્યક્તિ છે. તે પંજાબ અને પંજાબિયત માટે લડી રહ્યા છે. 


જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારની નવી રાજકીય ઈનિંગ શરૂ, રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા  


ક્રિકેટરથી રાજનેતા બનેલા સિદ્ધુએ આ પદ પરથી રાજીનામુ કેમ આપ્યુ? તેને લઈને અલગ-અલગ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતૃત્વએ પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી તરીકે સિદ્ધુની પસંદ ચરણજીત સિંહ ચન્નીનું સમર્થન કર્યુ હતું. પરંતુ સુખજિંદર રંધાવાના નાયબ મુખ્યમંત્રી બનાવતા સિદ્ધુ નારાજ થયા હોવાનું સામે આવ્યું હતું. 


સિદ્ધુ ખુદ પણ એક જાટ શીખ છે. તેવું માનવામાં આવે છે કે સુખજિંદર સિંહ રંધાવાને આગળ વધારતા સિદ્ધુ માટે ખતરો જોવા મળી રહ્યો છે. હકીકતમાં તેમનું નિશાન 2022 વિધાનસભા ચૂંટણી પર હતું, જેમાં તે ખુદને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે જોઈ રહ્યા હતા. પરંતુ રંધાવાને સિદ્ધુ પોતાની મહત્વકાંક્ષાઓ આગળ વિઘ્ન માને છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube