નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. સરકારે શરતોની સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત 21 સપ્ટેમ્બરથી ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં 10 લોકોને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, 21 સપ્ટેમ્બરથી સામાજિક, રાજકિય, મનોરંજન, રમત, ધાર્મિક વગેરે સાથે સંકળાયેલા કાર્યક્રમોને મંજૂરી રહેશે, પરંતુ એક છત નીચે 100થી વધુ લોકોને મંજૂરી મળશે નહીં. જો કે, આ પ્રકારના કાર્યક્રમમાં ફરજિયાત ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્કેનિંગ, સેનિટાઇઝર અને કોવિડ-19ના નિયમોનું પાનલ કરવું પડશે.


આ પણ વાંચો:- અયોધ્યા: ભવ્ય શ્રીરામ મંદિરના નકશાને ટૂંક સમયમાં મળશે સ્વીકૃતિ, ટ્રસ્ટે આપ્યું આવેદન


EXLUSIVE: Bollywoodમાં ડ્રગ ડીલરોના રહસ્યનો ખુલાસો! ઇન્ફોર્મરે જણાવ્યું સત્ય


કન્ટેઇનમેન્ટ ઝોન બહાર આ ગતિવિધિઓને મંજૂરી
- રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 50 ટકા સુધી શિક્ષણ અને બિન શિક્ષણ સ્ટાફને ઓનલાઇન ટીચિંગ અને સંબંધિત કાર્ય માટે શાળાએ બોલાવી શકાય છે.
- ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના માર્ગદર્શન માટે સ્વૈચ્છિક આધાર પર સ્કૂલમાં જવાની મંજૂરી આપી શકાય છે. આ તેમના માતાપિતા / વાલીઓની લેખિત સંમતિ પછી હશે.


આ પણ વાંચો:- સાંબામાં મળી 150 મીટર લાંબી ટનલ, એક છેડો ભારતમાં તો બીજો પાકિસ્તાનમાં


મેટ્રો શરૂ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે મને ખુશી છે કે, મેટ્રોને તબક્કાવાર રીતે 7 સપ્ટેમ્બરથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર થયા બાદ દિલ્હી મેટ્રોએ જાહેરાત કરી છે કે, તેમની સેવાઓ 7 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે શરૂ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર