નવી દિલ્હીઃ કોરોના વાયરસને રોકવા માટે દેશમાં એકવાર ફરી લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉન 5.0 1 જૂનથી 30 જૂન સુધી રહેશે. પરંતુ લૉકડાઉન ત્રણ અલગ-અલગ તબક્કામાં ખુલશે. કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર સરકાર તરફથી તબક્કાવાર છૂટ આપવામાં આવી છે. લૉકડાઉનના પાંચમાં તબક્કામાં હોટલ, રેસ્ટોરન્ટ, સલૂન અને ધાર્મિક સ્થળ ખુલવાની મંજૂરી મળી છે. તો લોકો હવે એક રાજ્યથઈ બીજા રાજ્યમાં જઈ શકશે. તે માટે કર્ફ્યૂ પાસ કે કોઈ પ્રકારની મંજૂરી લેવાની જરૂર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે લોકો અને સામાનોને એક રાજ્યથી બીજા રાજ્યોમાં જવા માટે કોઈ પ્રતિબંધ હશે નહીં. રાજ્યમાં પણ એક જિલ્લાથી બીજા જિલ્લામાં જઈ શકશો. પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. રાજ્યોને જો કંઇ લાગે તો પ્રતિબંધ લગાવી શકે છે, જેની જાણકારી તે પહેલાથી આપી દેશે.


લૉકડાઉન 4.0 સુધી લોકોએ એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે ડીએમ પાસે મંજૂરી લેવી પડતી હતી. જો કોઈ બીજા રાજ્યમાં જવાનું થતું તો તેણે કર્ફ્યૂ પાસ બનાવવો પડતોહતો. પરંતુ જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને તેમાં છૂટ મળી હતી.


તમામ બિન-જરૂરી ગતિવિધિઓ માટે, લોકોની અવર-જવર પર રાત્રે કર્ફ્યૂ લાગૂ રહેશે. પરંતુ આ કર્ફ્યૂ હવે રાત્રે 9કલાકથી સવારે 5 કલાક સુધી રહેશે. પહેલા સાંજે 7થી સવારે 7 સુધી હતું. 


તબક્કાવાર દેશ થશે અનલોક, પણ આ નિયમોનું કડકાઈથી કરવું પડશે પાલન, ખાસ જાણો


શું ખુલશે અને શું બંધ રહેશે
- નવા નિર્દેશ 1 જૂન, 2020થી લાગૂ થશે અને 30 જૂન, 2020 સુધી પ્રભાવી રહેશે.


- 24 માર્ચ 2020 બાદ દેશમાં કડક લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. માત્ર જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવી હતી. અન્ય કામકાજ પર પ્રતિબંધ હતા.


- પહેલા પ્રતિબંધિત કરવામાં આવેલી ગતિવિધિઓ હવે તબક્કાવાર રીતે કન્ટેઇનમેન્ટ ઝોનની બહારના ક્ષેત્રમાં ખોલવામાં આવશે. 


- પ્રથમ તબક્કામાં ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ 8 જૂન, 2020થી ખોલવાની મંજૂરી આપવામાં આવી. સ્વાસ્થ્ય મંત્રાલય તેના માટે એક SOP જાહેર કરશે. 


- બીજા તબક્કામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મંજૂરી બાદ શાળા, કોલેજ ખોલવામાં આવશે. 


- દેશભરમાં સીમિત સંખ્યામાં ગતિવિધિઓ પ્રતિબંધિત રહેશે. આ ગતિવિધિઓ છેઃ આંતરરાષ્ટ્રીય ઉડાનો, મેટ્રો રેલનું સંચાલન, સિનેમાહોલ, જીમ, સ્વિમિંગ પૂલ, થિએટર, બાર અને ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, સરકાર ત્રીજા તબક્કામાં તેના પર નિર્ણય લઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર