ઉન્નાવ ગેંગરેપ કેસ: કોર્ટનાં આદેશ બાદ માતા અને કાકા સહિત પીડિતા વિરુદ્ધ જ કેસ
ઉત્તરપ્રદેશના બહુચર્ચિત ઉન્નાવ ગેંગરેપ કેસમાં નવો વળાંક આવી ગયો છે. માખી ગેંગરેપ કેસમાં પીડિતા, તેની માં અને તેના કાકાની વિરુદ્ધ કેર્ટનાં આદેશ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર માખી પોલીસે કોર્ટનાં આદેશ બાદ તેમની વિરુદ્ધ કાવત્રુ રચવા, નકલી માર્કશીટમાં જન્મ તારીખ ખોટી નોંધાવવા સહિતનાં કેસ દાખલ કર્યા છે. પોલીસે અલગ અલગ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
ઉન્નાવ : ઉત્તરપ્રદેશના બહુચર્ચિત ઉન્નાવ ગેંગરેપ કેસમાં નવો વળાંક આવી ગયો છે. માખી ગેંગરેપ કેસમાં પીડિતા, તેની માં અને તેના કાકાની વિરુદ્ધ કેર્ટનાં આદેશ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર માખી પોલીસે કોર્ટનાં આદેશ બાદ તેમની વિરુદ્ધ કાવત્રુ રચવા, નકલી માર્કશીટમાં જન્મ તારીખ ખોટી નોંધાવવા સહિતનાં કેસ દાખલ કર્યા છે. પોલીસે અલગ અલગ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
ઉન્નાવ ગેંગરેપ કેસ: કોર્ટનાં આદેશ બાદ માતા અને કાકા સહિત પીડિતા વિરુદ્ધ જ કેસ...
આ કેસ હરિપાલ સિંહ નામના વ્યક્તિએ ઉન્નાવ કોર્ટમાં અરજી કરીને નોંધાવ્યો છે. આ મુદ્દે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, કોર્ટનાં આદેશ બાદ માખી ગેંગરેપ કાંડમાં પીડિતા, તેની માં અને તેના કાકાની વિરુદ્ધ કલમ 419,420, 467, 468, 471 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ રેપ પીડિતાનાં કાકાને પોલીસે અન્ય એક ગુનામાં ધરપકડ કરી હતી, ત્યાર બાદથી તે જેલમાં છે.
રાજસ્થાનમાં આખરે મંત્રીઓને વિભાગ સોંપાયા, ખજાનાની ચાવી CMએ પોતાની પાસે રાખી...
ઉન્નાવ ગેંગરેપ કાંડ સામે આવ્યા બાદ યોગી આદિત્યનાથ સરકાર સામે સવાલો પેદા થઇ ગયા હતા, કારણ કે આરોપ ભાજપના ધારાસભ્ય પર લાગ્યા હતા. ગેંગરેપ પીડિતે આત્મદાહનો પ્રયાસ કર્યો અને તેના પિતાની શંકાસ્પદ પરિસ્થિતીમાં મોત થયા બાદ યૂપી સરકાર પર સવાલ પેદા થઇ ગયા હતા. જો કે જેમ જેમ વિવાદ વધતો ગયો તેમ તેમ સરકારે આ કેસને ઉકેલવા માટે સીટની રચના કરી, જો કે થોડા સમય બાદ જ તપાસ સીબીઆઇનાં હાથમાં પહોંચી ગઇ. રેપ પીડિતાનાં પિતાની હત્યા અને ગેંગરેપ મુદ્દે ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત 10 કરતા વધારે લોકો જેલમાં પુરાયેલા છે.
યૂનિવર્સલ બેઝીક પર ચર્ચા સંભવ, દરેક વ્યક્તિને સરકાર આપશે પગાર !...