લખનઉ: ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં શુક્રવાર (2 ઓગસ્ટ)ના કડક સુરક્ષા વચ્ચે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને લખનઉની સીબીઆઇ કોર્ટમાં હાજર કરવામાં આવશે. મળતી જાણકારી અનુસાર, ડ્રાઇવર આશીષ પાલ અને ક્લીનર મોહન પર હત્યાના ષડયંત્રનો આરોપ છે. બંનેને કડક સુરક્ષા વચ્ચે રાયબરેલીથી લખનઉ સીબીઆઇ કોર્ટમાં લવવામાં આવશે. આ સાથે જ સીબીઆઇએ પૂછપરછ માટે રાયબરેલી અને માખી થાણેથી આ કેસથી જોડાયેલા દરેક પોલીસ કર્મચારીઓને પણ લખનઉ બોલાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- માઇક પોમ્પિયોથી મળ્યા વિદેશ મંત્રી, કહ્યું કશ્મીર ભારત-PAK વચ્ચેનો મુદ્દો


કડક સુરક્ષાની સાથે બંને આરોપીઓને સીબીઆઇ કોર્ટ પહોંચાડવા માટે જેલરે એસપી રાયબરેલીથી સુરક્ષા દળની માગ કરી છે. ઉન્નાવ રેપ પીડિતાની સાથે રવિવારે રાયબહરેલીમાં થયેલા માર્ગ અકસ્માતમાં સીબીઆઇએ 10 નામાંકિત લોકો સાથે 30ની સામે એફઆઇઆર નોંધી છે.


આ પણ વાંચો:- J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 જવાન શહીદ


28 જુલાઇના રોજ બની આ ઘટના
ઉન્નાવના ધારાસભ્ય કુલદીપ સેંગર પર રેપનો આરોપ લગાવનાર પીડિતા પરિવારજનો સહિત રવિવારના રોજ રાયબરેલીમાં માર્ગ અકસ્માતની દુર્દટનાનો શિકાર બની હતી. કાર અને ટ્રકની ટક્કરમાં પીડિતાની કાકી, માસી અને કાર ડ્રાઇવરનું મોત થયું છે. જ્યારે આ દુર્ઘટનામાં પીડિતા અને તેના વકીલ ખુબ જ ગંભીર રીતે ઘાયલ છે. બંને ઘાયલોની સારવાર કિંગ જોર્જ મેડિકલ યૂનિવર્સિટિના ટ્રામા સેન્ટરમાં કરવામાં આવી રહી છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...