ઉન્નાવ : હૈદરાબાદ પીડિતાને ન્યાય મળ્યાના 24 કલાકની અંદર જ ઉન્નાવ રેપ પીડિતા જિંદગીનો જંગ હારી ચૂકી છે. ઉન્નાવ રેપ કેસ (Unnao rape case) ની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital)માં રાત્રે 11.40 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ એટેકને કારણે પીડિતાનું મોત નિપજ્યું હતું. આ ચર્ચાસ્પદ ઘટનાને કારણે ઉત્તર પ્રદેશનો ઉન્નાવ જિલ્લો રેપ કેપિટલ તરીકે કુખ્યાત થઈ ગયો છે. આ વર્ષે પણ અહીં 2019ના જાન્યુઆરીથી માંડીને નવેમ્બર સુધી દુષ્કર્મના 86 કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી લગભગ 63 કિલોમીટરના અને કાનપુરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા ઉન્નાવની વસતી 31 લાખ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : આજે સિલ થશે મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજોના ભાવિ


કુલદીપ સિંહ સેંગર દુષ્કર્મ મામલા અને મહિલાને સળગાવી દેવાના મામલા સિવાય પણ અહીં દુષ્કર્મની અનેક જઘન્ય ઘટનાઓની ફરિયાદ થયેલી છે. આના મોટાભાગના મામલાઓમાં આરોપીઓને જામીન આપી દેવાયા છે અથવા તો તેઓ ફરાર છે. અજગૈનના નિવાસી રાઘવ રામ શુક્લાએ કહ્યું છે કે ઉન્નાવની પોલીસ સંપૂર્ણ રીતે રાજનેતાઓના આદેશ પ્રમાણે કામ કરે છે અને જ્યાં સુધી તેમને આદેશ નથી મળતો ત્યાં સુધી તેઓ કોઈ નિર્ણય નથી લેતા. તેમના આ અભિગમથી અપરાધીઓની હિંમત વધે છે. 


હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે વચ્ચે પડી  તેલંગાના હાઇકોર્ટ, આપ્યો મોટો આદેશ 


નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા અધ્યક્ષ હૃદય નારાયણ દીક્ષિત, કાનૂન મંત્રી વૃજેશ પાઠક અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજ સહિત અનેક ટોચના નેતાઓ ઉન્નાવ સાથે સંકળાયેલા છે. એક સ્થાનિક વકીલે આપેલી માહિતી પ્રમાણે અહીં રાજનેતાઓના પીઠબળને કારણે અપરાધને પ્રોત્સાહન મળે છે. નેતા અપરાધીઓનો ઉપયોગ રાજનીતિમાં કરી રહ્યા છે અને પોલીસ તેમને છાવરી રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube