દુષ્કર્મ

એરહોસ્ટેસને કહ્યું, તને પ્લેન વગર જ હવામાં ઉઠાવીને આખા વિશ્વની મુસાફરી કરાવી દઇશ

સોશિયલ મિડીયા થકી થયેલો પરિચય યુવતી માટે મુસિબત બન્યો. ઈનસ્ટાગ્રામથી મિત્ર બનેલા યુવકે એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કર્યા બાદ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ યુવકને રોકતા મારઝૂડ પણ કરી હોવાનુ સામે આવ્યુ છે. વેજલપુર પોલીસે બળાત્કાર સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી છે.

Sep 3, 2021, 06:08 PM IST

વડોદરા દુષ્કર્મ કેસમાં રાજનીતિ શરૂ : અલ્પેશ ઠાકોરે કહ્યું, મા-બેનની આબરૂ લૂંટાતી હોય તો ચૂપ નહિ બેસું

વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ હત્યા પર રાજનીતિ શરૂ થઈ છે. ભાજપ (gujarat bjp) ના નેતા અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) મહિલાના પરિવારજનોની મુલાકાત કરીને મોટુ નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં નિર્ભયાકાંડ (nirbhaya case) થયો છે. હસતા પરિવારને હવસખોરોએ ખેદાન મેદાન કર્યો છે. આ અંગે અમે સમગ્ર ગુજરાતમાં આવેદન આપીશું. આ ઘટના બાદ એક પણ રાજનેતા જોવા નથી આવ્યો. સ્થાનિક ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોવા નથી આવ્યા. પીડિતાના પરિવારને ન્યાય અપાવવા ભાજપીય નેતા અલ્પેશ ઠાકોર મેદાનમાં આવ્યા છે. 

Aug 20, 2021, 04:48 PM IST

વિકૃતિઓથી ભરેલા આ શખ્સે તમામ હદ વટાવી, પાડી સાથે કર્યું ગંદુ કામ 

માણસ હવે વિકૃતિની હદ વટાવી રહ્યો છે. આ વિકૃતિમાં તે પ્રાણીઓને પણ સામેલ કરી રહ્યો છે. ત્યારે હચમચાવી દે તેવો કિસ્સો સાંબરકાંઠામાં બન્યો છે. સાંબરકાંઠામાં એક શખ્સે પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કર્યું છે. એક શખ્સ એટલી હદે હેવાન બન્યો કે, તેણે રાત્રિ દરમિયાન કૂવા પાસે પશુના પગ બાંધી દીધા હતા અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ ઘટના બાદ પશુનુ મોત થયુ હતું, તેથી ખેડૂતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 

Aug 20, 2021, 01:33 PM IST

અમરેલી : તૌકતે વાવાઝોડામાં સહાયના નામે નેતાએ મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ

અમરેલી વાવાઝોડામાં સહાયના અપાવાના નામે મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. સાવરકુંડલાના થોરડી ગામની મહિલાએ સ્થાનિક આગેવાન અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

Aug 4, 2021, 03:39 PM IST

ગાંધીનગર આવેલી મહારાષ્ટ્રની ખેલાડી સાથે હરિયાણાના ખેલાડીએ દુષ્કર્મ આચર્યું

  • મહારાષ્ટ્રની સગીર પ્લેયર 6 મહિના સુધી ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરિટી સંકુલમાં રોકાઈ હતી
  • હરિયાણાના પ્લેયર સગીર કિશોરીને ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું 

Jul 15, 2021, 02:29 PM IST

એક્ટિંગના બહાને વડોદરાના ડિરેક્ટરે દિલ્હીની યુવતીને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું

  • યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરી કે, દિલ્હી ગયા બાદ પણ રાજ મિશ્રાએ મારો પીછો છોડ્યો નહીં
  • રજનીશ મિશ્રા  યુવતીઓના નામના fb એકાઉન્ટ બનાવી લોકોને ફસાવતો હોવાનો ખુલાસો થયો

Jul 3, 2021, 08:46 AM IST

RAJKOT: ધોરણ 8ની બહેનપણીના ભાઇએ સ્કૂલના બાથરૂમમાં બે વાર દુષ્કર્મ આચર્યું, મારૂ કામ પુરૂ હવે તું...

રાજ્યમાં રોચ ચોંકાવનારા સમાચારો અને કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ધોરણ 8 ની વિદ્યાર્થીની બહેનપણીના ભાઇ જ નજર બગાડી હતી. વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને શાળાના બાથરૂમમાં જ બે વાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ હવસ સંતોષાઇ જતા આરોપીએ વિદ્યાર્થીનીને કહ્યું કે, હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. હવે આપણા વચ્ચે કાંઇ જ નથી. આ અંગે વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

Jul 1, 2021, 06:46 PM IST

ગરીબ મજૂર પરિવારના પગ નીચેથી જમીન સરકી, જ્યારે જાણ્યુ કે ત્રણ વર્ષની દીકરીનો રેપ થયો છે

સુરતમાં 3 વર્ષની બાળકી સાથ દુષ્કર્મની ઘટના બની છે. ગૌરવ પથ રોડ પાસે નવનિર્મિત બિલ્ડીંગ પાસે સિક્યુરિટી ગાર્ડ દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ ઘટનાથી ગરીબ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Jun 25, 2021, 07:36 AM IST

જામનગર યૌનશોષણ મામલો: સાહેબ ફ્રેશ થવા માટે ફ્લેટની ચાવી લઇ જતા અને...

કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણનો મામલો ગાંધીનગર સુધી ગુંઝ્યા બાદ નવા નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. મહિલા એટેન્ડન્ટોને મજબુર કરીને તેમનું શારીરિક શોષણ થતું હોવાનું બહાર આવ્યું છે. જેમાં શહેરમાં શરૂ થયેલા સેક્શન રોડ પરના એક ફ્લેટમાં તેમને લઇ જવાતી હતી. તેવી વાત બહાર આવ્યા બાદ ફ્લેટમાં રહેનાર વ્યક્તિનું નિવેદન સામે આવ્યું છે. 

Jun 18, 2021, 05:13 PM IST

RAJKOT: સગા પિતાએ દિકરી પર એક જ રાતમાં આચર્યું ત્રણ વાર દુષ્કર્મ...

શહેરમાં હૃદય કંપાવી નાખતી ઘટના સામે આવી છે. 15 વર્ષની દિકરી પર સગા પિતા દુષ્કર્મ આચર્યું હતું. એક જ રાતમાં ધમકી દઇ મારકુટ કરી મોઢે ટુપો આપી ત્રણ ત્રણ વખત હવસખોરીનો શિકાર બનાવી દેહ પીંખી નાખ્યો હતો. પોલીસે આ ઘટનામાં તુરત જ કાર્યવાહી કરી શૈતાની કૃત્ય આચરનારા હવસખોર બાપને સકંજામાં લઇ લીધો છે.

Apr 5, 2021, 10:35 PM IST

સેનાના જવાને યુવતીને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ, લગ્નની વાત આવી ત્યારે થયો મોટો ખુલાસો

* સેનાના જવાન પર દુષ્કર્મનો આરોપ
* એરપોર્ટ પોલીસ સ્ટેશનમા નોંધાઈ ફરિયાદ
* પ્રેમ કહાનીમા નવો વળાંક
* જવાન લદાખમા ફરજ નિભાવે છે

Dec 18, 2020, 10:24 PM IST

સુરત : આ નરાધમે 10 વર્ષની બાળકીને પીંખી નાંખી, હત્યા કરીને લાશ ઝાડીમાં ફેંકી

  • ઝાડી ઝાંખરામાં શોધખોળ કરતા બાળકીની લાશ મળી આવી હતી. હાલ આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે કે કેમ તે જાણવા માટે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી

Dec 8, 2020, 03:31 PM IST

સમાજમાટે શરમજનક ઘટના: 60 વર્ષીય વૃદ્ધા પર ચાકુની અણીએ દુષ્કર્મની ઘટનાથી ચકચાર

રાજ્યમાં દિનપ્રતિદિન ગુનાઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. તેવામાં બળાત્કારનાં કિસ્સાઓ પણ આશ્ચર્યજનક રીતે વધી રહ્યા છે. જો કે બનાસકાંઠામાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાને કારણે સમગ્ર સમાજ હચમચી ગયો છે. 60 વર્ષની વૃદ્ધા દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના એક ગામે 60 વર્ષના વૃદ્ધા પર 30 વર્ષીય યુવક દ્વારા ચાકુની અણીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જો કોઇને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

Nov 24, 2020, 05:41 PM IST

અંકલેશ્વર: પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, બાળકીના પિતાએ બળાત્કારીની હત્યા કરી

અંકલેશ્વરના બોરભાઠા ખાતે એક પાંચ વર્ષીય બાળકીને હવસખોર દ્વારા પોતાનો શિકાર બનાવવામાં આવી હતી. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા પિતાએ યુવાનને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ દુષ્કર્મીને તો મોતની સજા મળી જ હતી પરંતુ કાયદો હાથમાં લેવા બદલ તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. 

Nov 21, 2020, 06:01 PM IST

ઘરેથી ભાગીને નીકળેલી અંકલેશ્વરની સગીરા સાથે કંઈક એવું કે એક રાતમાં બદલાઈ ગઈ જિંદગી

  • અંક્લેશ્વર પંથકમાં રહેતી એક સગીરાને તેની માતાએ ઠપકો આપતાં તે ઘરેથી ભાગી બહેનપણીને ત્યાં ગઇ હતી
  • સવારે બંન્ને સગીરાઓની બાજુમાં તેમના મિત્રો સૂતેલાં હોઇ સગીરાને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા થઇ હતી

Nov 21, 2020, 12:27 PM IST

પ્રાંતિજમાં માનવતા શર્મસાર: મહિલા પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી લાશ દાટી દીધી

રામપુરા નજીકથી મહિલાની હત્યા કર્યા બાદ જમીનમાં દાટેલી લાશનો ૧૮ દિવસ બાદ પોલીસે ભેદ ઉકેલ્યો છે. મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બોલાચાલી થતા મહિલાની હત્યા કરી લાશને દાટી દીધી હતી. પોલીસે હવસખોર હત્યારાને ઝડપી જેલ હવાલે કર્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજના રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં રામાપીર મંદિરના પાછળના વિસ્તારમાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ કઈક અજુગતુ થયું હોવાનું જણાતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસે ઘટના સ્થળે આવી પહોચી હતી. સ્થળ નિરીક્ષણ કરતા દુર્ગંધ આવતા સ્થળે તપાસ કરતા મહિલાનો હાથ દેખાયો હતો ત્યાર બાદ અજાણી મહિલાની દાટેલી લાશ પરથી રેતી હટાવી બહાર કાઢી હતી. અજાણી મહિલાની કોહવાયેલી લાશને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી હતી. તો લાશમાં તેના જમણે હાથે ચૌહાણ એલ.જે. લખેલ જોવા મળ્યું હતું. .

Nov 9, 2020, 06:59 PM IST

પ્રશાંત ઉપાધ્યાય યુવતીઓને મસાજ કરવા બોલાવતો અંદર અને પછી આ રીતે આચરતો કામલીલા

બગલામુખીનો ઢોંગી મહંત અને પોતાને તાંત્રિક ગણાવતા પ્રશાંત ઉપાધ્યાયના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. રોજેરોજ લંપટ પ્રશાંતના કાળા કારનામા બહાર આવી રહ્યા છે, ત્યારે આજે દુષ્કર્મના ગુનામાં પોલીસ દ્વારા પ્રશાંતને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે પ્રશાંતના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બગલામુખીના પાખંડી તાંત્રિક પ્રશાંત ઉપધ્યાયનો એક સમય એવો હતો કે, જ્યારે શહેરની મોટીમોટી હસ્તીઓ તેના આશીર્વાદ લેવા માટે પડાપડી કરતી હતી પરંતુ આજે એજ પ્રશાંતને જુઓ તો ઓળખી ન શકાય તેવી સ્થિતિમાં તે મુકાયો છે. જેની પાછળનું મુખ્ય કારણ તેના કાળા કારનામા છે. પ્રશાંત પોતાને મહાન તાંત્રિક ગણાવી લોકોના અંધવિશ્વાસનો ગેરલાભ ઉઠાવતો હતો. તંત્ર મંત્ર તેમજ અતિ લાભદાયી યંત્રોની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી આચારતો હતો. એટલું જ નહીં પોતાની જ સેવિકા સાથે કરેલા દુષ્કર્મના ગુનાએ આખરે તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો.

Nov 8, 2020, 07:50 PM IST

તાંત્રિકે બે યુવતીઓને બોલાવીને કહ્યું આપણે ખાસ વિધિ કરવાની છે, તમારે તમામ કપડા ઉતારવા પડશે અને...

ઘરમાં શેતાનનો વાસ હોવાની બીકે તંત્ર-મંત્રમાં પડતા જ ગણદેવીના પશ્ચિમ વિસ્તારના એક ગામના પરપ્રાંતિય પરિવારની બે દિકરીઓ તાંત્રિકની હવસનો શિકાર બની અને સગર્ભા બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે પીડીતાઓના પિતાની ફરિયાદને આધારે નરાધમ તાંત્રિક તેમજ તેના બે સાગરીતોને પકડીને જેલના સળિયા ગણાતા કરી દીધા છે. 

Nov 7, 2020, 07:08 PM IST

દુષ્કર્મની ફરિયાદ બાદ વડોદરાના પાખંડી પ્રશાંતનો વીડિયો વાયરલ, એક શિષ્યાએ કહ્યું, I Love you...

  • પ્રશાંત વિરુદ્ધ તાજેતરમાં ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી પોલીસે પ્રશાંતની મદદગારીના ગુનામાં શિષ્યાની ધરપકડ કરી છે. પોલીસે પાખંડીની મદદ કરનાર શિષ્યા દિશા ઉર્ફે જોનની ધરપકડ કરી

Nov 2, 2020, 03:47 PM IST

યુવતી જ્યારે તરૂણી હતી ત્યારે તેની બિભત્સ તસ્વીરો પાડી, મોટી થયા બાદ તેના પર આચર્યું દુષ્કર્મ !

* રાજકોટમાં વધુ એક યુવતી બની હવસનો શિકાર
* બિભત્સ ફોટોગ્રાફ મોબાઈલમાં રાખી કરતો બ્લેક મેઈલ
* નરાધમ આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો

Oct 20, 2020, 07:13 PM IST