ઉન્નાવ રેપ કેસઃ MLA કુલદીપ સેંગર અંગે 16 ડિસેમ્બરે તીસ હજારી કોર્ટ આપશે ચૂકાદો
જિલ્લા ન્યાયાધિશે સેંગરના સાથી શશિ સિંહ સામે પણ કિશોરીના અપહરણ બાબતે આરોપ નક્કી કર્યા હતા. આ સમગ્ર કેસમાં કુલ 5 એફઆઈઆર દાખલ થયેલી છે. જેમાંથી અન્ય 4માં સુનાવણી ચાલી રહી છે.
નવી દિલ્હીઃ ઉન્નાવ બળાત્કાર કેસમાં(Unnav Rape Case) ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર(MLA Kuldip Sinh Sanger) સામે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી પુરી થઈ ચુકી છે. કોર્ટે પોતાનો ચુકાદો અનામત(Verdict Reserve) રાખ્યો છે. આ કેસમાં કોર્ટ 16 ડિસેમ્બરના રોજ અંતિમ ચૂકાદો સંભળાવશે. ઉન્નાવ રેપ કેસમાં મુખ્ય આરોપી કુલદીપ સિંહ સેંગર અને શશિ સિંહ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જો કુલદીપ સિંહ સેંગર દોષિત ઠરે છે તો તેમને જન્મટીપની સજા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ રેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અત્યારે તિહાર જેલમાં કેદ છે અને કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. દિલ્હીની તીસહજારી કોર્ટે 2017માં એક સગીર વયની યુવતી પર દુષ્કર્મના કેસમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે ઓગસ્ટ મહિનામાં આરોપ નક્કી કર્યા હતા.
વડાપ્રધાન મોદીની 2019 લોકસભા ચૂંટણીમાં વિજયની ટ્વીટ બની 'ગોલ્ડન ટ્વીટ ઈન ઈન્ડિયા'
ઉલ્લેખનીય છે કે, જિલ્લા ન્યાયાધિશે સેંગરના સાથી શશિ સિંહ સામે પણ કિશોરીના અપહરણ બાબતે આરોપ નક્કી કર્યા હતા. આ સમગ્ર કેસમાં કુલ 5 એફઆઈઆર દાખલ થયેલી છે. જેમાંથી અન્ય 4માં સુનાવણી ચાલી રહી છે.
- આ કેસમાં બીજી FIR પીડિતા સાથે સામુહિક બળાત્કાર અંગે નોંધાવાઈ હતી.
- ત્રીજી એફઆઈઆર પીડિતાના પિતા સાથે મારામારી અને પછી પોલીસ કસ્ટડીમાં તેમનાં મૃત્યુ અંગેની છે.
- આ ઉપરાંત 5મી અને અંતિમ એફઆઈઆર પીડિતા સાથે થયેલા માર્ગ અકસ્માત સાથે જોડાયેલી છે. જેમાં પીડિતાની કાકી અને માસીનું મોત થયું હતું, જ્યારે પીડિતા અને વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
દુષ્કર્મ પીડિતા સાથે થયેલી દુર્ઘટના પછી સુપ્રીમ કોર્ટે સીબીઆઈને 7 દિવસમાં તપાસના આદેશ આપ્યા હતા. સાથે જ કેસની સુનાવણી દિલ્હીની તીસ હજારી કોર્ટને સુપરત કરી હતી. કોર્ટે કુલદીપ સિંહ સેંગર પર આઈપીસીની ધારા 120બી, 363, 366, 109, 376(આઈ) અને પોક્સો એક્ટ 3 અને 4 અંતર્ગત આરોપ નક્કી કર્યા હતા.
ગુજરાત સરકાર પર અધધધ 2 લાખ કરોડથી વધુનું દેવું છે, સરકારે બે વર્ષમાં ચૂકવ્યું 35 હજાર કરોડ વ્યાજ... જુઓ વીડિયો
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube