નવી દિલ્હીઃ કોરોના મહામારી આફતનું બીજુ નામ છે. કોરોના સંક્રમણથી સાજા થઈ ચુકેલા ઘણા લોકોમાં બીજી ગંભીર બીમારીઓ ઘર કરી રહી છે. બ્લેક ફંગસ, વાઇટ ફંગસ, યેલો ફંગસ, મગજ સંકોચાવુ, હાડકા ઓગળવા બાદ હવે કોરોનાથી સાજા થઈ ચુકેલા લોકોમાં વધુ એક ખતરનાક બીમારી જોવા મળી છે. કોરોના વાયરસ સંક્રમણથી સાજા થયેલા 14 દર્દીઓના લીવરમાં 'અસામાન્ય મોટા અને ઘણા ફોડલાઓ જોવા મળ્યા.' દિલ્હીની એક હોસ્પિટલના અધિકારીઓએ ગુરૂવારે આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 14 દર્દીઓમાંથી એક દર્દીના પેટમાં વધુ રક્તસ્ત્રાવ થવાને કારણે મોત થયું છે. કોરોનાની સારવાર દરમિયાન 14 દર્દીઓમાંથી 7ને સ્ટેરોઇડના ડોઝ આપવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે, લીવરમાં ફોલ્લી સામાન્ય રીતે એન્ટીઅમીબા હિસ્ટોલિટિકા નામના પરજીવીને કારણે હોય છે, જે દુષિત ભોજન અને જળને કારણે ફેલાય છે. ડોક્ટરોએ જણાવ્યું કે, આ દર્દી (10 પુરૂષ અને 4 મહિલા) 28-74 ઉંમર વર્ગના છે અને તેને છેલ્લા બે મહિનામાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. 


આ પણ વાંચોઃ Punjab: કાલે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સિદ્ધુની તાજપોશી, સામેલ થશે CM અમરિંદર


હોસ્પિટલના એક પ્રવક્તાએ કહ્યું- અમે બે મહિનામાં કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થનારા 14 દર્દીઓમાં પ્રથમવાર લીવરમાં આ પ્રકારના અસામાન્ય મોટા ફોલ્લાઓ જોયા. ડોક્ટરોને શંકા છે કે ખરાબ પોષણ અને સ્ટેરોઇડના ડોઝ લેવાથી પરૂ બન્યું અને લીવરને નુકસાન પહોંચ્યું છે. 


સર ગંગા રામ હોસ્પિટલના લીવર ગૈસ્ટ્રોએન્ટરોલોજી એન્ડ પૈન્ક્રિયાટિકબિલરી સાઇન્સના અધ્યક્ષ ડોક્ટર અનિલ અરોડાએ જણાવ્યુ કે કોવિડ-19થી સાજા થવાના 22 દિવસની અંદર લીવરના બંને ભાગમાં પરૂ ભરાય ગયું. આવી સ્થિતિમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા અને પરૂને બહાર કાઢવાની પ્રક્રિયાની જરૂર હતી. 


આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કિસાનોને કહ્યાં મવાલી, શરૂ થયો વિવાદ


તેમાંથી 13 દર્દીઓના જીવ તો બચી ગયા પરંતુ એક દર્દીનું મોત પેટમાં વધુ લોહી વહી જવાને કારણે થયું. ડોક્ટરોએ જણાવ્યું કે આ બધા દર્દી તાવથી પીડિત હતા અને તેને પેટના ઉપરના ભાગમાં દુખાવાની ફરિયાદ હતી. અરોડાએ જણાવ્યુ કે, આઠ દર્દીઓને કોવિડની સારવાર દરમિયાન સ્ટેરોઇડનો ડોઝ આપવામાં આવ્યો હતો. ડોક્ટરોએ કહ્યુ કે ખરાબ પોષણ લેનારા, એચઆઈવી અને કેન્સરના દર્દીઓમાં નબળી રોગપ્રતિકારક શક્તિ અને સ્ટેરોઇડના ઉપયોગથી અમીબા ફોલ્લીઓની સમસ્યા પેદા કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube