ગોન્ડા: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગોન્ડામાં ત્રણ અનુસૂચિત જાતિની યુવતીઓ પર એસિડ ફેંકવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના સોમવાર રાતની છે. ત્રણેય બહેનો સગીર વયની છે અને હાલ સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કહેવાય છે કે ત્રણેય બહેનો જ્યારે ઘરમાં સૂતી હતી ત્યારે તેમના પર એસિડ હુમલો થયો. આ ઘટના ગોન્ડાના પરસપુર પોલીસ સ્ટેશન હદના પસકા ગામની છે. બે બહેનોને સામાન્ય ઈજા થઈ છે જ્યારે એક બહેનના ચહેરા પર એસિડ પડ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: રસી આવતા પહેલાં જ હાંફી જશે કોરોના? મળી રહ્યા છે સારા સંકેત


મળતી માહિતી સૌથી મોટી બહેનને ચહેરા પર એસિડ પડતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. એસિડ એટેકથી તેનો ચહેરો બળી ગયો છે. પીડિતાના પિતાનું કહેવું છે કે ઘટના બાદ તેમને લાગ્યું કે કદાચ સિલિન્ડરની આગમાં પુત્રીઓ દાઝી છે. પરંતુ પાછળથી  ખબર પડી કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેજાબથી હુમલો કર્યો છે. પિતાનું કહેવું છે કે જ્યારે એસિડ પડ્યો તો પુત્રીઓએ બૂમો પાડી. અવાજ સાંભળીને મે દરવાજો ખોલ્યો. પુત્રીનો ગોદમાં લીધી અને પૂછ્યું કે શું સિલિન્ડરમાં આગ લાગી છે તો તેણે કહ્યું. ના. ઘટના ઘટી ત્યારે પિતા સૂતા હતા. પીડિતાના પિતાનું કહેવું છે કે તેમને કોઈના પર શક નથી. આજ સુધી ગામમાં કોઈ સાથે દુશ્મનાવટ નથી. 


VIDEO: ગરીબ રીક્ષા ચાલક પર ગુંડાઓએ કાઢ્યું જોર, ગડદાપાટુ માર મારી બેભાન કર્યો..છતાં મારતા રહ્યા


હાલ આ ઘટના પાછળ કોનો હાથ છે તે જાણવા મળ્યું નથી. ઘટનાની સૂચના મળતા જ પરસપુર  પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. એસઓ પરસપુર સુધીર સિંહે એસિટ એટેકની પુષ્ટિ કરી છે. પોલીસ આ ઘટનામાં તપાસ કરી રહી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube