લખનઉ: 2022 માં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઇને બીએસપી (BSP) ની સાથે ગઠબંધનના સમાચારો પર એઆઇએમઆઇએમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. અસદુદીન ઓવૈસી (Asaduddin Owaisi) એ કહ્યું કે ''આ @oprajbhar સાહબ 'ભાગીદારી સંકલ્પ મોરચા' ની સાથે છે. અમારી અને કોઇ પાર્ટી સાથે ચૂંટણી અથવા ગઠબંધના સિલસિલામાં કોઇ વાત થઇ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા કરશે
અસદુદીન ઓવૈસી (Asaduddin Owaisi) એ કહ્યું કે ''યૂપી (UP) ચૂંટણીને લઇને હું કેટલીક વાતો તમારી સમક્ષ રાખવા માંગુ છું, અમે નિર્ણય કર્યો છે કે અમે 100 સીટો પર અમારા ઉમેદવાર ઉભા રાખીશું, પાર્ટીએ ઉમેદવારોને સિલેક્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને અમે ઉમેદવાર આવેદન પત્ર પણ જાહેર કરી દીધા છે. 

Jammu: એરબેસના થોડા કિલોમીટરના અંતરેથી થયો હતો Drone Attack? પઠાણકોટ બાદ મોટો હુમલો


Delta Plus ના ખૌફ વચ્ચે આ રાજ્યમાં ફરી વધ્યું Lockdown, સરકારે જાહેર કર્યા નવા નિર્દેશ


બહુજન સમાજ પાર્ટી (BSP) ની મુખિયા માયાવતીએ આ સમાચારોનું ખંડન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સાથે યૂપી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કરશે. તેમણે ટ્વીટ કરતાં આ સમાચારોને નકારી કાઢ્યા છે. પોતાના ટ્વીટમાં બસપા સુપ્રીમોએ કહ્યું કે આ ભ્રામક અને તથ્યહીન સમાચારો છે, અમે રત્તીભાર પણ સચ્ચાઇ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube