લખનઉઃ ઉત્તર પ્રદેશ ચૂંટણીનું (UP Election) મંચ તૈયાર છે. પ્રદેશમાં એક બાદ એક રેલીઓ થઈ રહી છે. દરેક રાજકીય પાર્ટી પોતાની શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહી છે. પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ બની ચુક્યો છે. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ચૂંટણીની તારીખોની જાહેરાત ક્યારે થશે? તેને લઈને જે સંકેત મળી રહ્યાં છે, તે અનુસાર જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરી દેશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખોની જાહેરાતની ચર્ચા હતી, પરંતુ દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર અને ઓમિક્રોનના ખતરાને કારણે વિલંબ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ચૂંટણી પંચની ટીમ ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરી ચુકી છે. ટીમે પહેલા ચૂંટણીને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. ત્યારબાદ યૂપી પહોંચેલી પંચની ટીમે જિલ્લા સ્તર પર કોવિડ-19ના ખતરાના સંબંધમાં જાણકારી લીધી. આ સિવાય પંચે તમામ રાજકીય દળોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી તેની ફરિયાદો અને સૂચનો પણ જાણ્યા છે. યૂપી પહોંચેલી ચૂંટણી પંચની ટીમ પોતાનો રિપોર્ટ પંચને આપી દેશે. તેના આધાર પર પ્રદેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થશે. 


આ પણ વાંચોઃ કૃષિ બિલોની વાપસી બાદ પ્રથમવાર પંજાબમાં રેલી કરશે PM મોદી, કેપ્ટન અમરિંદર સિંહ પણ થશે સામેલ


તારીખોની જાહેરાતમાં એક સપ્તાહનો વિલંબ સંભવ
વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતથી આ વખતે ચૂંટણીની તારીખોની જાહેરાતમાં એક સપ્તાહનો વિલંબ સંભવ છે. આશા કરવામાં આવી રહી છે કે ચૂંટણી પંચ 10થી 15 જાન્યુઆરી વચ્ચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. વર્ષ 2017માં 4 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચે વર્ષ 2017માં 11 ફેબ્રુઆરીથી લઈને 8 માર્ચ સુધી સાત તબક્કામાં વિધાનસભા ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તબક્કામાં કમી થઈ શકે છે. તેનું કારણ કોરોનાના ખતરાને જોતા ઝડપથી ચૂંટણી પ્રક્રિયા પૂરી કરાવવાનું માનવામાં આવી રહ્યું છે. 


આ પણ વાંચોઃ કોરોનાની 'ચમત્કારિક' દવા Molnupiravir થી ઘરે બેસી થશે સારવાર, કેટલો ખર્ચ, ક્યારે મળશે? જાણો જવાબ


9મીએ લખનૌમાં પીએમ મોદીની રેલી
રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી હાલમાં જન વિશ્વાસ યાત્રા કાઢી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જન વિશ્વાસ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ભાજપના નેતાઓ તેમાં જોડાઈ રહ્યા છે. નીચલા સ્તરે વાતાવરણ ઉભું કરવાની કામગીરી ચાલી રહી છે. જનવિશ્વાસ યાત્રા 9 જાન્યુઆરીએ લખનૌમાં જનસભા દ્વારા પૂર્ણ થવાની છે. આવામાં ભાજપ ભારે ભીડ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. પીએમ મોદી આ રેલીમાં કેટલીક મોટી જાહેરાતો પણ કરી શકે છે. માનવામાં આવે છે કે આ પછી ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube