નવી દિલ્હી: બ્રહ્મોસ યૂનિટથી ગુપ્ત માહિતી પાકિસ્તાનને લીક કરવાના આરોપમાં પકડાયેલી અન્જિનીયર નિશાંત અગ્રવાલના મામલે એટીએસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં નવા ખુલાસા થયા છે. યૂપી એટીએસની ટીમને ફેસબુકમાં એક એકાઉન્ટની જાણકારી મળી હતી, જેના દ્વારા ભારતની સંરક્ષણ સંસ્થાઓમાં ઘૂસ મારવાનું કામ કરવામાં આવતું હતું. સુત્રોના અહેવાલ દ્વારા જણાવવામાં આવે છે કે આ ફેસબુક એકાઉન્ટ કાજલ નામની એક મહિલાના નામથી ચાલી રહ્યું હતું. તેના દ્વારા ભારતીય ઓફિસરોને હનીટ્રેપમાં ફસાવીને મહત્વની જાણકારીઓ લેવામાં આવતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરેખર, આ મામલાની તપાસ કરી રહેલી યૂપી એટીએસે ડીઆરડીઓને કાનપુરમાં સ્થિત ડિફેન્સ મટેરિયલ એન્ડ સ્ટોર રિસર્ચ સેન્ટરમાં કામ કરનારા બે વૈજ્ઞાનિકોની પૂછપરછ કરી હતી. યૂપી એટીએસના સૂત્રોના પ્રમાણે કાજલ નામનું ફેસબુક પર એક્ટિવ આઇએસઆઇની મહિલા એજન્ટે દેશની સંરક્ષણ સંસ્થાઓમાં ઘૂસ મારી છે. ડીઆરડીઓના વૈજ્ઞાનિક અને બીએસએફના જવાન અચ્યુતાનંદ હનીટ્રેપનો શિકાર થયા હતા.



આરોપી એન્જિનીયરના મંગળવારે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. (ફોટો સાભાર: ANI)


સેનાની ગુપ્ત માહિતીને પાકિસ્તાનની તે મહિલા આઇએસઆઇની એજન્ટોની ઓળખ કરી હતી, જો ફેસબુક પર અલગ-અલગ નામથી સક્રિય છે. ગુપ્ત એજન્સીઓની નજરમાં કાજલ નામથી સક્રિય એક એવી ફેસબુક પ્રાફાઇલ વિશે જાણવા મળ્યુ હતું, જે 15-20 ફેસબુક પ્રાફાઇલ પર અલગ અલગ નામથી સક્રિય છે. ISIની એક હજારથી વધારે ફેસબુક પ્રોફાઇળ પર ગુપ્ત એજન્સીઓની નજર રહેતી હતી.


જાણવા મળી રહ્યું છે કે કાજલ નામથી બનેલા આ ફેસબુક એકાઉન્ટ દ્વારા દેશના સૈન્ય અને સંરક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓને હનીટ્રેપમાં ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ આઇએસઆઇ આ લોકોની પાસેથી ગુપ્ત માહિતી મેળવતા હતા. હાલમાં ગુપ્ત એજન્સી આવા જ ફેસબુક એકાઉન્ટની જાણકારી મેળવવામાં લાગી છે.


પાકિસ્તાનને કથિત રૂપથી ટેકનીકલ સૂચના લીક કરવાના સિલસિલામાં નાગપુર પાસે સ્થિત બ્રહ્મોસ એરોસ્પેસ એકમમાં કાર્યરત એક એન્જિનિયરની સોમવારે ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી વિરોધી ટુકડી (એટીએસ)ના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના એટીએસના એક સંયુક્ત અભિયાનમાં બ્રહ્મોસના વર્ઘા રોડ કેન્દ્રથી નિશાંત અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે.



ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે નિશાંતના નાગપુર સ્થિત ઘરમાંથી એક કોમ્પ્યૂટર જપ્ત કરવામાં આવ્યું છે જેમાં ગોપનીય દસ્તાવેજો મળ્યા છે. તેમણે કહ્યું હતું કે આ દસ્તાવેજ કોઇના પ્રાઇવેટ કોમ્પ્યૂટરમાં હોવા જોઇએ નહીં.


મંગળવારે નિશાંત અગ્રવાલને નાગપુરની કોર્ટમાં પણ હાજર કરવામાં આવ્યો હતો. સુનાવણી બાદ કોર્ટે તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. આરોપી એન્જિનીયરને ત્રણ દિવસના રિમાન્ડ પર યૂપી એટીએસને સોંપવામાં આવ્યો છે.