લખનઉઃ ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ છે. ઉત્તર પ્રદેશ સરકારમાં નવા 7 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં એક કેબિનેટ અને છ રાજ્ય મંત્રી છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે રાજભવનના ગાંધી સભાગારમાં નવા મંત્રીઓને શપથ અપાવ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેબિનેટ મંત્રી બન્યા જિતિન પ્રસાદ
યૂપી કેબિનેટ વિસ્તારમાં સૌથી પહેલા જિતિન પ્રસાદે મંત્રી પદે શપથ લીધા હતા. જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશના મોટા બ્રાહ્મણ નેતા છે. 9 જૂન 2021ના તે ભાજપમાં સામેલ થયા હતા. પ્રસાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી રહ્યા છે અને કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા. 2 વખત સાંસદ અને યૂપીએ 1 અને 2માં પ્રસાદ રાજ્યમંત્રી હતા. 


આ પણ વાંચોઃ Punjab: ચરણજીત સિંહ ચન્નીના મંત્રીમંડળનો વિસ્તાર, આ નેતાઓએ લીધા મંત્રી પદના શપથ  


યોગી મંત્રીમંડળમાં સામેલ થયા આ નેતાઓ
- આગ્રાના એમએલસી ધર્મવીર પ્રજાપતિએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.


- દિનેશ ખટિકે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા.


- સંજીવ કુમારે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા.


- ગાઝીપુર સદર સીટથી ધારાસભ્ય સંગીતા બલવંત બિંદૂએ રાજયમંત્રી તરીકે શપથ લીધા છે. 


- યૂપીના બલરામપુરથી ધારાસભ્ય પલટૂ રામે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.


- બરેલીની બહેડી સીટથી ધારાસભ્ય છત્રપાલ ગંગવારે પણ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 

યોગી આદિત્યનાથ સરકારનું બીજું કેબિનેટ વિસ્તરણ રવિવારે થયું. જિતિન પ્રસાદ (બ્રાહ્મણ) ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યમંત્રી તરીકે, છત્રપાલ ગંગવાર (કુર્મી), પલટૂરામ (જાટવ), સંગીતા બળવંત બિન્દ (નિષાદ), સંજીવ કુમાર ગોંડ (અનુસૂચિત જનજાતિ), દિનેશ ખાટીક (સોનકર), ધર્મવીર પ્રજાપતિ (પ્રજાપતિ સમાજ), છત્રપાલ સિંહ ગંગવાર (કુર્મી) ને રાજ્યપાલ આનંદીબેન પટેલે પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા.


યોગી સરકારે વિધાન પરિષદ માટે 4 નામોની ભલામણ કરી
કેબિનેટ વિસ્તાર પહેલા યોગી સરકારે વિધાન પરિષદ માટે 4 નામોની ભલામણ કરી છે. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ માટે સરકારે ચૌધરી, વીરેન્દ્ર સિંહ ગુર્જર, ગોપાલ અંજાન ભુર્જી, જિતિન પ્રસાદ અને સંજય નિષાદના નામની ભલામણ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube