લખનઉ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) આજે પોતાના જુના મંત્રિમંડળની સાથે મેનેજમેન્ટની દીક્ષા લીધી. આ દરમિયાન આજના સેશનમાં સીએમ યોગીના મંત્રીઓને નેતૃત્વ ક્ષમતા વિકાસની ટ્રેનિંગ સાથે પ્રદેશનાં આર્થિક પરિદ્રશ્ય અંગે ચર્ચા થઇ. ભારતીય પ્રબંધ સંસ્થાન લખનઉમાં આજે વિદ્યાર્થીઓની ભુમિકામાં દેખાઇ રહેલા યુપીના મંત્રીઓના મેનેજમેન્ટ ગુરૂઓ સાથે સુશાસન અને પ્રબંધનના  ક્લાસ ભર્યા હતા. આ પહેલી ઘટના છે જ્યારે પ્રદેશ સરકારના મંત્રી આઇઆઇએમમાં સુશાસન અને કુશલ નેતૃત્વનું ક્લાસ લેતા જોવા મળ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળમાં 12 કલાકમાં મોબ લિન્ચિંગની 3 ઘટના, 9થી વધારે લોકો ઘાયલ
અનેક સત્રોમાં ચાલી પાઠશાળા
વ્યવસ્થાપનનાં ગુરૂકુળમાં આજથી પહેલા મુખ્યમંત્રીએ સત્રની શરૂઆત કરી અને મુખ્યમંત્રી યોગીએ તમામ મંત્રીઓને સંબોધિત કર્યા.  ત્યાર બાદ મંત્રીઓની પાઠશાળામાં આઇઆઇએમ લખનઉની પ્રો. અર્ચના શુક્લા, પુષ્પેન્દ્ર પ્રીયદર્શી અને નિશાંત ઉપ્પલે જણાવ્યું કે, પ્રાથમિકતા કઇ રીતે નિશ્ચિત હોય ત્યાર બાદ પ્રાથમિકતાનાં આધારે કામ કઇ રીતે થાય. મંત્રીઓને આજે પહેલા સત્રમાં વૈશ્વિક, રાષ્ટ્રીય અને રાજ્યનાં આર્થિક પરિદ્રશ્ય અંગે માહિતી આપવામાં આવી. આ સત્ર બાદ યુપીના સંસદીય કાર્યમંત્રી સુરેશ ખન્નાએ કહ્યું કે, આજે  અહીં અમારા માટે રિફ્રેશમેન્ટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. કઇ રીતે પોતાનાં કાર્યોને વધારે કુશળતા સાથે કરી શકાય તે જણાવવામાં આવ્યું કે હું આભાર વ્યક્ત કરૂ છું કે હું મુખ્યમંત્રીજી જેમણે અનોખુ ઇનિશિએટિવ ઉપાડ્યું. 


મોદી સરકારના 100 દિવસ: જાવડેકરે કહ્યું 100 દિવસમાં ઝડપી નિર્ણયો લેવાયા
વારાણસી: વિમાનમાં ટેક્નીકલ ખરાબી 144 યાત્રીઓનાં જીવ તાળવે ચોંટ્યા, ઇમરજન્સી લેન્ડિંગ
આઇઆઇએમમાં ચાલી રહેલ પાઠશાળામાં પ્રો. સંજય સિંહે પણ મંત્રીઓને ગુરૂમંત્ર આપ્યો. સત્ર દરમિયાન મંત્રીઓને કેટલાક ખાસ માનકો પર યુપીની તુલના દેશનાં ચાર અગ્રણી રાજ્યો જેવા મુદ્દાઓ પર આપવાની માહિતી આપવામાં આવી. ત્યાર બાદ મંત્રીઓને સમુહોમાંવહેંચી પ્રાથમિકતાઓ નિશ્ચિત કરવા મુદ્દે આંતરિક સંવાદ અને ચર્ચા પણ કરાવવામાં આવી. મંત્રીઓએ સમુહ પોતાની પ્રાથમિકતા અંગે પ્રસ્તુતીકરણ આપવાની સાથે અન્ય સહભાગીઓનાં સવાલોનો જવાબ આપતા જોવા મળ્યા હતા.