લખનૌ: ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ અને સરકારની 5 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી. આ દરમિયાન ભાજપે યુપી ચૂંટણી માટે પાર્ટીનું થીમ સોંગ (BJP Theme Song for UP Election) યુપીમાં યોગી...રિલીઝ કર્યું અને યુપી સરકારના 5 વર્ષના કામકાજને રજૂ કરતી એક ફિલ્મ (Yogi Govt Report Card) પણ દેખાડી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

70 વર્ષમાં જે ન થયું તે કરી બતાવ્યું- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં ભાજપ સરકારે શું કર્યું, તે જણાવવું મારી જવાબદારી છે. તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં યુપીએ કેટલાક માઈલ સ્ટોન પણ સ્થાપ્યા છે. યુપીની અર્થવ્યવસ્થા સાતમા નંબરે હતી અને 70 વર્ષમાં જે કામ ન થયું તે અમે 5 વર્ષમાં 2 નંબરે લાવવામાં સફળતા પ્રાપ્ત કરી. યુપીની પ્રતિ વ્યક્તિ આવક 45 હજાર રૂપિયા હતી જે વધીને હવે 94 હજાર રૂપિયા થઈ છે. 2015-18 માં વાર્ષિક બજેટ 2 લાખ કરોડ રૂપિયા હતું જે હવે વધીને 6 લાખ કરોડ થઈ ગયું છે. 


કોરોનાકાળમાં થયેલા કામને દુનિયાએ વખાણ્યું- સીએમ
યોગી આદિત્યનાથે કહ્યું કે કોરોનાકાળમાં જીવન અને રોજગારી બચાવવા માટે અમે જે કર્યું, તેને દુનિયાએ વખાણ્યું. તેમણે કહ્યું કે અમારા ત્યાંના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા રાજસ્થાનના કોટા ગયા હતા. અમે તેમને લોકડાઉન દરમિયાન સુરક્ષિત તેમના ઘરે પહોંચાડ્યા. યુપીના 40  લાખ પ્રવાસી શ્રમિકોને સફળતાપૂર્વક તેમના ઘરે પહોંચાડ્યા અને ખાવા પીવાની વ્યવસ્થા કરી. 


કોરોનાકાળના પડકારોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમારી સરકાર સતત દર્દીઓને દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં લાગી રહી. કોરોના રસીનો પહેલો અને બીજો ડોઝ મોટાભાગના લોકોને મળી ચૂક્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 26 કરોડ 48 લાખ કોરોના રસી ડોઝ મળી ચૂક્યા છે. 


Rahul Gandhi ના ચીન-પાકિસ્તાન સંબંધ વિશેના નિવેદન પર હવે અમેરિકાએ આપ્યો આ જવાબ


ત્રીજી લહેર પર  કાબૂ મેળવ્યો
કોરોનાની ત્રીજી લહેરની વાત કરતા સીએમ યોગીએ કહ્યું કે અમે કોરોનાની ત્રીજી લહેરને પણ કાબૂમાં કરી ચૂક્યા છીએ. એક્ટિવ કેસની સંખ્યા 1 લાખને પાર હતી જે હવે ઘટીને 41 હજાર થઈ છે. દેશભરમાં સૌથી વધુ કોવિડ ટેસ્ટ કરનારું રાજ્ય પણ ઉત્તર પ્રદેશ છે. 


5 વર્ષમાં કોઈ તોફાન નથી થયું
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે યુપી પહેલું એવું રાજ્ય છે જ્યાં છેલ્લા 5 વર્ષથી કોઈ તોફાન થયું નથી અને તે અમારી સરકારમાં થયું છે. આ ઉપરાંત એવી કોઈ આતંકી ઘટના પણ ઘટી નથી. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં એન્ટી રોમિયો ડેસ્ટ સફળતાપૂર્વક કામ કરી રહી છે. 


Corona cases in India: કોરોનાના નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો, એક દિવસમાં આટલા લોકોના થયા મૃત્યુ


UP માં સાત તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર, 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં 60 બેઠકો પર, 27 ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં 60 બેઠકો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર અને સાત માર્ચના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube