લખનઉ: રાજસ્થાન (Rajasthan)  બાદ હવે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગોન્ડા (Gonda) જિલ્લામાં પૂજારી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. પૂજારીને ગંભીર હાલતમાં લખનઉ રેફર કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યમાં બંધ થશે સરકારી મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓ, ખાસ જાણો કારણ


મળતી માહિતી મુજબ ગત રાતે ગોન્ડા જિલ્લાના રામ જાનકી મંદિર મનોરમાના પૂજારી મહંત સીતારામ દાસ પર જીવલેણ હુમલો થયો. હુમલામાં પૂજારી ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂચના મળ્યા બાદ પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી અને પૂજારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. ત્યાં પૂજારીની હાલત ગંભીર જોવા મળતા તેમને લખનઉ રેફર કરાયા છે. 


દિલ્હી: રાહુલ રાજપૂતની હત્યા મામલે ગર્લફ્રેન્ડે કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણો 7 ઓક્ટોબરનું સત્ય


પોલીસના જણાવ્યા મુજબ જમીન વિવાદમાં પૂજારી પર હુમલો થયો. આ મામલે અજાણ્યા હુમલાખોરો પર કેસ દાખલ કરાયો છે. ગત વર્ષે પણ મહંત સીતારામ દાસ પર જીવલેણ હુમલો થયો હતો. હાલ પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. અનેક લોકોની અટકાયત કરીને પૂછપરછ ચાલુ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube