નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશ રાજ્યએ વસ્તીની દ્રષ્ટ્રિએ દેશનું સૌથી મોટું રાજ્ય છે. અને કેન્દ્રમાં સરકાર બનાવવી હોય તો કોઈપણ રાજકીય પક્ષે આ રાજ્ય પર કબજો હાંસલ કરવો આવશ્યક ગણાય છે. ત્યારે આજે યૂપી વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન છે. 11 જિલ્લાની 58 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. હાલ મતદાન ચાલી રહ્યું છે જેમાં મેરઠ કેંટના 20 બૂથ પર ઈવીએમ મશીનમાં ખામી હોવાનું સામે આવ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, હાપુડ, બુલંદશહર, અલીગઢ, મથુરા અને આગ્રામાં મતદાન થવાનું છે. મતદાન માટે પોલિંગ પાર્ટીઓને પણ રવાના કરી દેવામાં આવી છે, આ સાથે ચૂંટણી પંચે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. કડકડતી ઠંડીમાં પણ મતદારો વહેલી સવારે ઉઠીને મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યાં છે. સાથે જ આ ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનારા વોટરોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


 



 


ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ મીડિયા સમક્ષ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છેકે, આ ચૂંટણીએ કોઈ સામાન્ય ચૂંટણી નથી. આ ચૂંટણીએ આપણી બહેન-દિકરીઓની સુરક્ષા માટે ખુબ જ મહત્વની છે. પહેલાં યુપીમાં દિકરીઓ માટે સાંજે 6 વાગ્યાની સાથે જ કરફ્યુ લાગુ થઈ જતો હતો. અમારી ભાજપા સરકારે મહિલાઓને સન્માન અને સુરક્ષા આપી છે.


 



 


ભારતના ચૂંટણી પંચે નિષ્પક્ષ, સલામત અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ માટે વિસ્તૃત વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા કરી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને મતદાન સ્થળો પર ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર, ગ્લોવ્સ, પીપીઈ કીટ, સાબુ, પાણી વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોની સુવિધા માટે મતદાર માર્ગદર્શિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાને જોતા ચૂંટણી પંચે મતદાન સ્થળો પર મહત્તમ મતદારોની સંખ્યા 1250 સુધી પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે.


જો મતદાતાઓની વાત કરવામાં આવે તો 58 વિધાનસભા સીટ પર કુલ 2.28 કરોડ મતદાતા છે જે મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.24 કરોડ પુરુષ, 1.04 કરોડ મહિલા અને 1448 ટ્રાન્સજેન્ડર મતદાતા છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 58 વિધાનસભા સીટો પર 623 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 73 મહિલા ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં 26027 મતદાન સ્થળો અને 10853 મતદાન મથકો છે. તેમાંથી કુલ 467 આદર્શ મતદાન મથકો અને 139 તમામ મહિલા કાર્યકરો મતદાન સ્થળ છે.


ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 7057 ભારે વાહનો, 5559 હળવા વાહનો અને 120,876 મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં તમામ 26,027 મતદાન સ્થળો માટે મતદાન માટે જરૂરી EVM અને VVPAT અને અલગ-અલગ જિલ્લાઓમાં પૂરતી સંખ્યામાં અનામત EVM અને VVPATની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં ટેકનિકલી પ્રશિક્ષિત કર્મચારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી EVM અથવા VVPATમાં કોઈ સમસ્યા હોય તો તેને તાત્કાલિક ઉકેલી શકાય.