લખનઉઃ ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા ઇશારા-ઇશારામાં સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, આ ઘોર પરિવારવાદી ખુદ ઉત્તર પ્રદેશનો વિકાસ રોકવા ઈચ્છે છે. આવા લોકોથી આપણે સાવધાન રહેવાનું છે. પીએમ મોદીએ કહ્યુ કે, જે જિલ્લાઓને ઘોર પરિવારવાદીઓએ જેટલા પાછળ ધકેલ્યા તેના વિકાસ માટે અમે એટલી વધુ મહેનત કરી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નામ લીધા વગર સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ- ભારતમાં બનેલી જે કોરોના વેક્સીન પર દરેક હિન્દુસ્તાનીને ગર્વ હોવો જોઈએ તે વેક્સીન વિરુદ્ધ આ પરિવારવાદીઓએ દેશના ગરીબોને ભડકાવવાનો પ્રયાસ કર્યો. દુનિયાના મોટા દેશ પણ આજે વેક્સીન લગાવવામાં ભારતથી પાછળ છે. ભારત ખુબ આગળ નિકળી ગયું છે. 


પીએમ મોદીએ કહ્યુ- ખેતીથી લઈને મિલિટ્રી સુધી, સમુદ્રથી લઈને સ્પેસ સુધી, ભારત દરેક ક્ષેત્રમાં શક્તિશાળી બન્યું છે. તેથી દેશના આટલા મોટા રાજ્યના રૂપમાં ઉત્તર પ્રદેશની જવાબદારી મોટી છે. આ વખતે તમારો મત, ગામના વિકાસ માટે તો છે સાથે તમારો મત ભારતને શક્તિશાળી બનાવવા માટે છે. 


આ પણ વાંચોઃ યુદ્ધથી દહેશતના માહોલમાં રહેતા યુક્રેનના લોકોની મદદ માટે કૃષ્ણ ભગવાને મોકલ્યાં દેવદૂત!


પ્રધાનમંત્રીએ કહ્યુ, 'આ ઘોર પરિવારવાદી લોકો ક્યારેય ભારતને સમર્થ અને યુપીને સશક્ત ન બનાવી શકે. આ કોરોના કાળમાં તમે જોયું કે આ લોકોએ ભારતના આત્મવિશ્વાસને ઝટકો આપવામાં કોઈ કસર છોડી નહીં. તેમણે કહ્યું કે, આ આત્મનિર્ભર અને શક્તિશાળી ભારતની તાકાત છે. પરંતુ આ પરિવારવાદી લોકો ભારતને મજબૂત બનતું જોવા માંગતા નથી.'


બલિયામાં શું બોલ્યા પીએમ?
પીએમ મોદીએ સોમવારે બલિયામાં પણ એક રેલી સંબોધી હતી. તેમણે કહ્યું કે, ઘોર પરિવારવાદીઓને યુપીની જનતાએ નકારી દીધા છે. પીએમ મોદીએ કહ્યુ કે, પરિવારવાદનો વિરોધ કરવો બલિયાની પરિભાષા છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશે મને ઘણું આપ્યું છે. ઘોર પરિવારવાદીઓએ યુપીમાં કાયદો ખતમ કરી દીધો હતો. તેણે પોતાના શાસનમાં તેની તિજોરી ભરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube