અયોધ્યાઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે રવિવારે અયોધ્યામાં ભાજપ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના નેતા હવે એબીસીડી શીખી રહ્યાં છે, હું તેમને કહેવા ઈચ્છું છું, જો કાકા જતા રહ્યા તો બાબા પણ જતા રહેશે. ( જો કાળા કૃષિ કાયદા પરત લેવામાં આવ્યા તો યોગી જી પણ ચાલ્યા જશે).. તેમણે ઘણા નામ બદલી નાખ્યા, હવે તેમને બાબા બુલડોઝર નામ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બંધારણ બચાવવાની ચૂંટણી છે
અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે, આ સરકાર (ભાજપ સરકાર) બચાવવાની ચૂંટણી છે. બંધારણ બચાવવાની આ ચૂંટણી છે. આ ન માત્ર ઉત્તર પ્રદેશ પરંતુ દેશને સંદેશ આપવાનું કામ કરશે. 


ભારતીય વિદ્યાર્થીઓ જલદીથી જલદી છોડે યુક્રેન, એમ્બેસીએ એડવાઇઝરી જાહેર કરી   


અખિલેશ યાદવે ભાજપ અને સીએમ યોગી આદિત્યનાથ પર હુમલો કરતા લોકોને અપીલ કરી કે આ ચૂંટણી બંધારણ બચાવવાની છે. સરકાર બનાવીને યુપીને ખુશીના માર્ગે લઈ જવાનું છે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube