Ukraine Crisis: ભારતીય વિદ્યાર્થીઓ જલદીથી જલદી છોડે યુક્રેન, એમ્બેસીએ એડવાઇઝરી જારી કરી

યુક્રેનમાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે. રશિયા ગમે ત્યારે યુક્રેન પર યુદ્ધ કરે તેવા અહેવાલો સામે આવી રહ્યાં છે. આ વચ્ચે ભારતીય દૂતાવાસે યુક્રેનમાં રહેતા ભારતીયોને મહત્વની સલાહ આપી છે. 

Ukraine Crisis: ભારતીય વિદ્યાર્થીઓ જલદીથી જલદી છોડે યુક્રેન, એમ્બેસીએ એડવાઇઝરી જારી કરી

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે પોતાના વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરી તેને દેશ છોડવાનું કહ્યું છે. ભારતે રવિવારે યુક્રેનમાં રહેતા પોતાના વિદ્યાર્થીઓ-નાગરિકોને આ ક્ષેત્રમાં ઉભી થયેલી સ્થિતિના સંબંધમાં અને અનિશ્ચિતતાને જોતા સંકટગ્રસ્ત યુક્રેનને અસ્થાયી રૂપથી છોડવાનું કહ્યું છે. 

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર લખ્યુ- 'તમાં ભારતીય નાગરિક જેનું રોકાવુ જરૂરી નથી અને બધા ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપથી યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે. એક વ્યવસ્થિત અને સમય પર ઉડાન બરવા માટે ઉપલબ્ધ કોમર્શિયલ ઉડાનો અને ચાર્ટર ઉડાનોનો ઉપયોગ યાત્રા માટે કરી શકાય છે.'

— India in Ukraine (@IndiainUkraine) February 20, 2022

ભારતીય દૂતાવાસે કહ્યું કે, વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તે ચાર્ટર્ડ ફ્લાઇટના પોતાના કોન્ટ્રેક્ટર સાથે સતત સંપર્કમાં રહે. સાથે દૂતાવાસના ફેસબુક, વેબસાઇટ અને ટ્વિટર અપડેટ માટે જોડાયેલા રહો. ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં આશરે 18 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા ગયા છે. 

આ પહેલાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા હતા. જો કોઈએ પણ યુક્રેનમાં પોતાના પરિવારજનોને લઈને કોઈ મદદ કે જાણકારી જોઈએ તો હેલ્પલાઇ નંબર  011-23012113, 011-23014104 અને 011-23017905 પર કોલ કરી શકે છે. આ સિવાય ટોલ ફ્રી નંબર 1800118797 પર પણ કોલ કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news