UP: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, 20 લાખ લોકોને નોકરી, શિક્ષકોની ભરતી... જાણો બીજા શું વાયદા કર્યા
ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ આજે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો અને રોજગારીના મુદ્દાને ઉઠાવ્યો. કોંગ્રેસે 20 લાખ સરકારી નોકરીઓની ગેરંટી આપી.
નવી દિલ્હી/લખનૌ: ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ આજે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો અને રોજગારીના મુદ્દાને ઉઠાવ્યો. કોંગ્રેસનું ઘોષણાપત્ર પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં બહાર પાડ્યું.
20 લાખ સરકારી નોકરીઓની ગેરંટી
રોજગારીના મુદ્દાને ઉઠાવતા પ્રિયંકા ગાંધીએ 20 લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું અને કહ્યું કે આ અમારા પોકળ શબ્દો નથી, પરંતુ કોંગ્રેસની આખી રણનીતિ છે. તેમણે કહ્યું કે અમે રોજગારી કેવી રીતે અપાવીશું તે ઘોષણાપત્રમાં લખ્યું છે. રાહુલ ગાંધીએ કહયું કે દેશ અને યુપીની સમસ્યા હિન્દુસ્તાનના દરેક યુવાને ખબર છે. અમે યુપીના યુવાઓ સાથે વાતચીત કરીને તેમના વિચાર સામેલ કર્યા છે.
કોંગ્રેસના ઘોષણાપત્રની મુખ્ય જાહેરાતો
- 20 લાખ સરકારી નોકરીઓની ગેરંટી
- 8 લાખ મહિલાઓને સરકારી નોકરી
- પરીક્ષા આપવા જતા લોકો માટે બસ અને રેલયાત્રા મફત
- શિક્ષકોના 1.50 લાખ ખાલી પદો ભરવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube