નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પરિણામ પહેલાં બનારસ સહિત અન્ય શહેરોમાં ઈવીએમની સુરક્ષાને લઈને સપાએ હંગામો કર્યો છે. અખિલેશ યાદવે કાર્યકર્તાઓને વિશેષ નજર રાખવાનું કહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાના કાર્યકર્તાઓને પણ સંદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં લડકી હૂં, લડ શકતી હૂં અને મહિલાઓને 40 ટકા ટિકિટ આપવા જેવા અભિયાનો સાથે મેદાનમાં ઉતરેલા પ્રિયંકા ગાંધીએ પોતાના કાર્યકર્તાઓના નામે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કોંગ્રેસ મહાસચિવે કાર્યકર્તાઓ, ઉમેદવારો અને પદાધિકારીઓ માટે પોતાનો સંદેશ આપ્યો છે. 


ઈવીએમ પર બબાલ વચ્ચે ગુરૂવારે પાંચ રાજ્યોમાં મત ગણતરી, પંચે પૂરી કરી તમામ તૈયારીઓ 


પ્રિયંકા ગાંધી તે પોતાના સંદેશ દ્વારા કાર્યકર્તાઓનું મનોબળ બનાવી રાખવાનો પણ પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, આપણી લડાઈ હજુ શરૂ થઈ છે, નવી ઉર્જાની સાથે આગળ વધવાનું છે. પ્રિયંકા ગાંધીએ સંદેશની શરૂઆતમાં લખ્યું કે, યુપીમાં લાંબા સમયથી કોંગ્રેસની સરકાર નથી છતાં જનતા માટે સંઘર્ષ કર્યો અને જનસેવાના ઉદ્દેશ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યા, તેના પર મને ગર્વ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube