ઈવીએમ પર બબાલ વચ્ચે ગુરૂવારે પાંચ રાજ્યોમાં મત ગણતરી, પંચે પૂરી કરી તમામ તૈયારીઓ

પાંચ રાજ્યોનું ચૂંટણી પરિણામ સામે આવવામાં હવે ગણતરીની કલાકો બાકી છે. ચૂંટણી પંચે પાંચેય રાજ્યોમાં મતગણના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સવારે 8 વાગ્યાથી બેલેટ પેપરની ગણતરી શરૂ થશે. 

ઈવીએમ પર બબાલ વચ્ચે ગુરૂવારે પાંચ રાજ્યોમાં મત ગણતરી, પંચે પૂરી કરી તમામ તૈયારીઓ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ચૂંટણીનું ઘમાસાણ શાંત થઈ ગયું છે. આગામી પાંચ વર્ષ માટે જનતાએ કઈ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, તે પરિણામનો સમય આવી ગયો છે. પાંચેય રાજ્યોમાં ગુરૂવાર 10 માર્ચે મત ગણતરી થવાની છે. તે માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. 

ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે મત ગણતા માટે દરેક જિલ્લામાં એક મત ગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ચૂંટણી કમિશનર ચંદ્રભૂષણ કુમારે મત ગણતાની તૈયારીઓને લઈને કહ્યુ કે 671 મત ગણતરી ઓબ્ઝર્વર અને 10 સ્પેશિયલ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, વારાણસી અને મેરઠમાં બે વિશેષ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય દળોને સ્ટ્રોંગ રૂમમાં નજર રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે, જ્યાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. 

સવારે 8 કલાકે શરૂ થશે બેલેટ પેપરની ગણતરી
ચૂંટણી પંચ પ્રમાણે વેરહાઉસ ખુલ્યા અને બંધ થવા પર ફર્સ્ટ લેવલનું ચેકિંગ કરવામાં આવશે. ત્યારબાદ ઈવીએમને મત ગણતરી માટે લઈ જવામાં આવશે. ચંદ્રભૂષણ કુમારે જણાવ્યુ કે દરેક ઈવીએમના સીરિયલ નંબર રાજકીય દળોને આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, મત ગણતરી સવારે 8 કલાકે શરૂ થશે. પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે. પ્રથમ તબક્કાની ગણતરી બાદ રિટર્નિંગ ઓફિસર સહી કરશે અને ત્યારબાદ દરેક રાઉન્ડની ગણતરી થશે. 

આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલાં ભાજપને મળ્યા સારા સમાચાર, અસમ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મેળવી બમ્પર જીત

ભારત ચૂંટણી પંચના સેક્રેટરી જનરલ અને યૂપીના પ્રભારી ઉમેશ સિન્હાએ મત ગણતરીની તૈયારીઓની ચર્ચા કરતા કહ્યુ કે, તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મત ગણતરી માટે મલ્ટી લેવલ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઓબ્ઝર્વર્સની તૈનાતી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, અફવા ફેલાવનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

મત ગણતરી માટે સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક
જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી પંચે અર્ધસૈનિક દળોની 250 કંપની તૈનાત કરી છે. તેમાંથી 36 કંપની ઈવીએમની સુરક્ષા અને 214 કંપની મત ગણતરી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળશે. તેમાંથી 61 કંપની કેન્દ્રીય દળ મતગણતરી કાર્યમાં લગાવવામાં આવી છે. તો 625 પોલીસ અધિકારી, 1807 નિરીક્ષક, 9598 ડેપ્યુટી નિરીક્ષકને તૈનાત કરવામાં આવ્યા છે. 

ઉત્તર પ્રદેશમાં 70 હજાર પોલીસ કર્મી તૈનાત
ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તરફથી વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવશે. યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યુ કે, ચૂંટણી પંચના નિર્દેશો પ્રમાણે તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. મત ગણતરીમાં આશરે 70 હજાર પોલીસકર્મી, સીઆરપીએફની સાથે 69 કંપની પીએસી લગાવવામાં આવી છે. 

આ પણ વાંચોઃ 12થી 17 વર્ષના બાળકો માટે કોવોવૈક્સ વેક્સીનને ડ્રગ્સ કંટ્રોલર જનરલે આપી મંજૂરી

પરિણામ પહેલાં સપાએ ઈવીએમ પર ઉઠાવ્યા સવાલ
ઉલ્લેખનીય છે કે યૂપીમાં મત ગણતરી પહેલાં ઈવીએમને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. સમાજવાદી પાર્ટીએ ઈવીએમ પર સવાલ ઉઠાવવાની સાથે બરેલીમાં કચરાની ગાડીમાં પોસ્ટલ બેલેટ મળવાને લઈને મોર્ચો ખોલી દીધો છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટી કાર્યકર્તાઓને મત ગણતા સુધી સ્ટ્રોંગ રૂમની બહાર પહેરો આપવાનું કહ્યું છે. ચૂંટણી પંચના નિર્દેશ પર બરેલીના બહેડીના એસડીએમ પારૂલ તરાર અને ઈવીએમ મૂવમેન્ટમાં બેદરકારીના આરોપી વારાણસીના એડીએમ નલિની કાંતને ચૂંટણી ડ્યૂટીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે કહ્યું કે, ઈવીએમને લઈને અફવાઓ સાચી નથી. અમે અધિકારીઓ પર કાર્યવાહી કરી છે. સપા તરફથી મત ગણનાનું વેબકાસ્ટિંગ કરવાની માંગ ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી છે. 

શું કહે છે એક્ઝિટ પોલ
સામે આવેલા એક્ઝિટ પોલ પ્રમાણે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરમાં ભાજપ સરકાર બનાવી શકે છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી શકે છે. તો ગોવામાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ ઉભી થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news