લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ મોટી જીત મેળવીને સત્તામાં વાપસી કરી છે. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે પાર્ટી માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ હારનો સામનો કરવો પડ્યો છે. તેમને સમાજવાદી પાર્ટીની પલ્લવી પટેલે પરાજય આપ્યો છે. પલ્લવી પટેલ કેન્દ્રીય મંત્રી અને અપના દળના પ્રમુખ અનુપ્રિયા પટેલની બહેન છે. કેશવ પ્રસાદ મૌર્યનો 7337 મતથી પરાજય થયો છે. 


કેશવ પ્રસાદ મૌર્યએ પોતાની હાર પર કહ્યુ, 'સિરાથૂ વિધાનસભા ક્ષેત્રની જનતાના નિર્ણયને વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરુ છું, એક એક કાર્યકર્તાના પરિશ્રમ માટે આભારી છું, જે મતદાતાઓએ મતના રૂપમાં આશીર્વાદ આપ્યો તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરુ છું.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube