UP Election માં ભાજપે ખેલ્યો મોટો દાવ, અમિત શાહે શેરડીના ખેડૂતોને કર્યો આ વાયદો
મુઝફ્ફરનગરઃ યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માં બીજેપી (BJP) એ ખેડૂતોને પોતાની તરફેણમાં લાવવાનું મોટું વચન આપ્યું છે. આ વચન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આપ્યું છે.
'પેમેન્ટમાં વિલંબ પર ખેડૂતોને મળશે વ્યાજ'
અમિત શાહ (Amit Shah) શનિવારે પાર્ટીના પ્રચાર માટે મુઝફ્ફર નગર ગયા હતા. પ્રચાર અભિયાન દરમિયાન તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે શેરડીની ચૂકવણીમાં વિલંબ થશે તો ખેડૂતોને વ્યાજ સહિત નાણાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે મિલ માલિકો પાસેથી પૈસા વસૂલ કરવામાં આવશે.
મિલ માલિકો પાસેથી વસૂલવામાં આવશે પૈસા
અમિત શાહે (Amit Shah) કહ્યું કે તેમનું વચન ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સામેલ હશે. મુઝફ્ફરનગરમાં લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, "અમે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરવા જઈ રહ્યા છીએ કે ચુકવણીમાં વિલંબ થવા પર ખાંડ મિલો પાસેથી વ્યાજ વસૂલવામાં આવશે અને ખેડૂતોને વ્યાજ સાથે ચૂકવવામાં આવશે."
દેવબંદમાં અમિત શાહના ચૂંટણી કેમ્પેનમાં ઉમટી ભારે ભીડ, કોરોના ગાઇડલાઇન્સના લીધે રદ કર્યો પ્રવાસ
'પાર્ટીના મેનિફેસ્ટોનો ભાગ હશે'
અમિત શાહે (Amit Shah) કહ્યું કે કેટલીક જગ્યાએ ખેડૂતોએ તેમને શેરડીના પેમેન્ટમાં વિલંબ વિશે જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે પાર્ટીના ટોચના સ્તરે વાત કરીને તેને કડક બનાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જે હવે પાર્ટીના મેનિફેસ્ટોનો ભાગ હશે.
'અમારી સરકારમાં એક પણ મિલ બંધ નથી થઈ'
તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી દ્વારા 21 મિલો બંધ કરવામાં આવી છે. ભાજપ સરકારમાં એક પણ સુગર મિલ બંધ થઈ નથી. ઉત્તર પ્રદેશ શેરડીના ઉત્પાદનમાં ટોચ પર છે અને રાજ્યનો પશ્ચિમ વિસ્તાર શેરડીના પાકની ખેતી માટે જાણીતો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube