Vikas Dubey Encounterની તપાસ માટે કમિશનની રચના, રિટાયર્ડ જજ હશે અધ્યક્ષ
ઉત્તર પ્રદેશ (Utter Pradesh) સરકારે કૃખ્યાત આરોપી વિકાસ દુબે પ્રકરણની તપાસ માટે એક સદસ્ય કમિશનની રચના કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના એક પ્રવક્તાએ રવિવારના જણાવ્યું હતું કે, સેવાનિવૃત્ત જજ શશિ કાંત અગ્રવાલના નેતૃત્વમાં એક સદસ્ય કમિશનની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનની મુખ્ય ઓફિસ કાનપુરમાં હશે.
લખનઉ: ઉત્તર પ્રદેશ (Utter Pradesh) સરકારે કૃખ્યાત આરોપી વિકાસ દુબે પ્રકરણની તપાસ માટે એક સદસ્ય કમિશનની રચના કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના એક પ્રવક્તાએ રવિવારના જણાવ્યું હતું કે, સેવાનિવૃત્ત જજ શશિ કાંત અગ્રવાલના નેતૃત્વમાં એક સદસ્ય કમિશનની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનની મુખ્ય ઓફિસ કાનપુરમાં હશે.
આ પણ વાંચો:- આ રાજ્યમાં તૂટ્યો Covid-19 નિયમ, રીક્ષામાં લઇ જવાયો કોરોના સંક્રમિતનો મૃતદેહ
તેમણે જણાવ્યું કે, કમિશન વિકાસ દુબે અને તેના સહયોગીઓ દ્વારા બે-ત્રણ જુલાઇ, 2020ની રાત્રીમાં બનેલી ઘટનાની ગંભિરતાપૂર્વક તપાસ કરશે.
આ પણ વાંચો:- કોરોનાની સામે ભારતની લડાઈ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ: અમિત શાહ
પ્રવક્તાએ જણાવ્યું કે, કમિશન 10 જુલાઈ 2020ના પોલીસ અને વિકાસ દુબેના મધ્ય થયેલી અથડામણની ગંભીરતાપૂર્વક તપાસ કરશે. સાથે જ 2-3 જુલાઇ 2020 અને 10 જુલાઇ 2020ના મધ્ય પોલીસ અને તેના પ્રકરણથી સંબંધિત ગુનેગારોની વચ્ચે થયેલી પ્રત્યેક અથડામણની ગંભીરતાપૂર્વક તપાસ કરશે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર તપાસ પૂર્ણ કરવા માટે બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube