લખનઉઃ ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ થનાર ગુના તમામ દાવાઓ બાદ રોકાતા નથી. હજુ ઘણા જિલ્લામાં બળાત્કારની ઘટનાઓને લઈને લોકોનો ગુસ્સો શાંત થયો નથી, ત્યાં ભદોહીમાં એક સગીર અનુસૂચિત જાતિની યુવતીનું હત્યાની ઘટના સામે આવી છે. તેની હત્યા માથું કચડીને કરવામાં આવી છે. યુવતીના પરિવારજનોનો આરોપ છે કે બળાત્કાર બાદ પુત્રીને મારી નાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના ભદોહીના ગોપીગંજ કોતવાલી ક્ષેત્રની છે. જ્યાં ચકરાજારામ તિવારીપુર ગામમાં બપોરના સમયે 14 વર્ષની અનુસૂચિત જાતિની સગીર યુવતી ઘરેથી નિકળીને પાસેના ખેતરમાં શૌચ ક્રિયા માટે ગઈ હતી. પરંતુ ઘણા સમય સુધી પરત ન આવી. જ્યારે પરિવારજનોએ ખેતરમાં જઈને જોયું તો લોહીથી લથબથ લાશ ત્યાં પડી હતી. તેનું માથું કચડીને નિર્મમ રીતે હત્યાનો અંજામ આપવામાં આવ્યો હતો. 


ઘટનાની માગિતી મળતા પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી કે પુત્રીને રેપ બાદ મારી નાખવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક એક્સપર્ટ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. 


Hathras Case: ADG પ્રશાંત કુમાર બોલ્યા- યુવતીનો બળાત્કાર નથી થયો, ગળામાં ઈજાને કારણે થયું મોત  


ઘટનાને લઈને તે વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ પોલીસ આ મામલાની તપાસમાં ફૂંકી-ફૂંકીને પગલા ભરી રહી છે. કારણ કે આ પહેલા હાથરસ, બલરામપુરમાં પણ અનુસૂચિત જાતિની યુવતીઓ સાથએ બળાત્કાર અને હત્યાના મામલામાં પોલીસ અને કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. હાથરસમાં બળજબરીથી યુવતીના અંતિમ સંસ્કાર કરી દેવાથી યૂપી પોલીસ અને સરકાર નિશાના પર છે. વિપક્ષે પણ યૂપી સરકાર પર હુમલા શરૂ કરી દીધા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube