યૂપીમાં મોટી દુર્ઘટના: માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત, 20થી વધુ ઘાયલ
યૂપીના સીતાપૂરમાં થયેલી એક દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના જિલ્લાના શહેર કોટવાલી વિસ્તારના લખીમપુર-સીતાપુર માર્ગ પર ગત રાત્રે સર્જાઇ હતી. આ દુર્ધટના તે સમયે બની જ્યારે વરઘોડો લઇને જઇ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીને પરાગ દૂઘના ટ્રેન્કરે પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી.
રાજકુમાર દીક્ષિત, સીતાપુર: યૂપીના સીતાપૂરમાં થયેલી એક દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના જિલ્લાના શહેર કોટવાલી વિસ્તારના લખીમપુર-સીતાપુર માર્ગ પર ગત રાત્રે સર્જાઇ હતી. આ દુર્ધટના તે સમયે બની જ્યારે વરઘોડો લઇને જઇ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીને પરાગ દૂઘના ટ્રેન્કરે પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ માર્ગ અક્સમાતમાં સ્થળ પર 6 લોકોના મોત થયા હતા. ત્યારે 2 ડર્ઝનથી વધારે લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને લખનઉની ટ્રામા સેન્ટર ખસેડવામાં આવ્યા છે. મંગળવાર સવારે આ દુર્ઘટનામાં મરનારની સંખ્યા 8 સુધી પહોંચી ગઇ છે.
વધુમાં વાંચો:- સુરક્ષા દળને મળી મોટી સફળતા, જૈશ કમાન્ડર સજ્જાદ ભટ્ટને માર્યો ઠાર
આ રોડ એક્સિડન્ટમાં મૃતક બધા શહેર કોટવાલી વિસ્તારના દલાવલ ગામના રહેવાસી છે. ટ્રેક્ટરની ટ્રોલીમાં વરઘોડો મછરેહટા જઇ રહ્યો હતો. ત્યારે આ દુર્ઘટના સર્જાઇ અને હાઇવે પર હાજર લોકોએ હંગામો કરવા લાગ્યા પરંતુ સ્થળ પર હાજર પોલીસે લોકોને સમજાવી મામલો શાંત કર્યો હતો. ત્યારે માર્ગ અકસ્માત પર એસપી એલઆર કુમારે સોમવાર રાત્રે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે ત્યારે 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
વધુમાં વાંચો:- મગજના તાવથી બિહારમાં 127 બાળકોના મોત, સીએમ નીતીશ કુમારે ધારણ કર્યું મૌન
તેમને જણાવી દઇએ કે, આ માર્ગ અકસ્માત બાદ તંત્ર તેમજ પોલીસ કાફલો જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં સામાન્ય જનતાનું ટોળુ જિલ્લા હોસ્પિટલમાં ભેગું થઇ જતા ટોળું બેકાબું બનતા એસપી અલઆર કુમારે આસપાસના પોલીસ સ્ટેશન સહિત પીએસસીને જિલ્લા હોસ્પિટલમાં તૈનાત કર્યા છે.
જુઓ Live TV:-