મગજના તાવથી બિહારમાં 127 બાળકોના મોત, સીએમ નીતીશ કુમારે ધારણ કર્યું મૌન

નીતીશ કુમારે દિલ્હીથી પરત આવતા જ એઇએસ અને ગરમી બંનેને લઇને મીટિંગ કરી હતી. નીતીશ કુમારે ટુક સમયમાં જ મુઝફ્ફરપુરમાં એસકેએમસીએચ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. ત્યારે, પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો તો તેમણે કોઇ જવાબ આપ્યો નહીં અને તેમના આવસ તરફ રવાના થઇ ગયા.

મગજના તાવથી બિહારમાં 127 બાળકોના મોત, સીએમ નીતીશ કુમારે ધારણ કર્યું મૌન

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવ (એઇએસ)ના કારણે 127થી વધુ બાળકોના મોત થયા છે. ત્યારે મગજના તાવના પ્રકોપને લઇને કહેવામાં આવી રહ્યું છે કે, તે મુખ્ય રીતે લોકોમાં જાગૃતિના અભાવને કારણે ઝડપથી ફેલાઇ રહ્યો છે.

નીતીશ કુમારે દિલ્હીથી પરત આવતા જ એઇએસ અને ગરમી બંનેને લઇને મીટિંગ કરી હતી. નીતીશ કુમારે ટુક સમયમાં જ મુઝફ્ફરપુરમાં એસકેએમસીએચ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. ત્યારે, પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો તો તેમણે કોઇ જવાબ આપ્યો નહીં અને તેમના આવસ તરફ રવાના થઇ ગયા.

તમને જણાવી દઇએ કે, મુઝફ્ફરપુરમાં હાલમાં મગજના તાવથી પીડિત બાળકોથી આખી હોસ્પિટલ ક્યાંય જગ્યા ખાલી રહી નથી. ત્યાં, બાળકોની લાશ પણ જોવા મળી રહી છે. હવે આ પ્રકોપ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રીને જવાબદાર ગણાવવામાં આવી રહ્યાં છે.

મુઝફ્ફરપુરની એક સામાજીક કાર્યકર્તા તમન્ના હાશમીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને બિહાર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેની સામે અરજી દાખલ કરી છે. મુઝફ્ફરપુર સીજીએમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેના પર સુનાવણી 24 જૂને કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે બિહારમાં એઇએસનો પ્રકોપ છેલ્લા પાંચ વર્ષથી પણ વધારે સમયથી જોવા મળી રહ્યો છે. એવામાં જ રાજ્ય સરકારે તેના ના તો કોઇ પગલા લીધા અને ના કેન્દ્ર સરકાર તરફથી તેના પણ કોઇપણ કાર્ય કરવામાં આવ્યું છે. એટલું જ નહીં લોકોને જાગૃત કરવા માટે પણ કોઇ પહેલ કરવામાં આવી નથી. થોડ દિવસ પહેલા સીએમ નીતીશ કરુમારે પણ કહ્યું હતું કે, આ વર્ષે મગજના તાવનો કહેર એટલા માટે વધ્યો છે કે, લોકોમાં તેના પ્રતિ જાગૃતિનો અભવા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news